તબીબ પર હુમલો:જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા તબીબ પર હુમલો, અજાણ્યો શખ્સ હુમલો કરી ફરાર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે CCTVના આધારે હુમલાખોરની શોધખોળ શરૂ કરી
  • તબીબને સારવાર માટે ખસેડવામા આવ્યા

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં સર્જન તરીકે ફરજ બજાવતા અને ખોડિયાર કોલોની વિસ્તારમાં પોતાનું ખાનગી ક્લિનિક ધરાવતા તબીબ પર ગતરાત્રિએ હુમલો કરાતા ચકચાર મચી છે. અજાણ્યો શખ્સ પાઈપ વડે હુમલો કરી અન્ય એક બાઈકચાલકની પાછળ બેસી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે CCTVના આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

ડો. વી.એચ. પોપલિયા જામનગરની સમર્પણ હોસ્પિટલમાં સર્જન તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત ખોડિયાર કોલોની હોસ્પિટલમાં પોતાનું ખાનગી ક્લિનિક ધરાવે છે. ડો. પોપલિયા ગતરાત્રિએ પોતાના ક્લિનિક પરથી ઘરે જવા નીકળી રહ્યા હતા ત્યારે જ પાઈપ સાથે ધસી આવેલા અજાણ્યા શખ્સે તેના પર હુમલો કર્યો હતો. ડોકટર પર સાતથી આઠ ઘા કરી અજાણ્યા શખ્સ ફરાર થઈ ગયો હતો. હુમલામાં ડોકટરના હાથ અને પગના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી.

સમગ્ર મામલે તબીબ દ્વારા અજાણ્યા હુમલાખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવતા પોલીસે ફરિયાદ નોંધી CCTVના આધારે અજાણ્યા શખ્સનું પગેરું દબાવવાનો પ્રયાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...