કાર્યવાહી:‘રૂપિયા 10 હજારથી વધુ આવક ધરાવો છો ? રાશનકાર્ડમાંથી સ્વેચ્છાએ નામ કમી કરાવો’

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયા તથા ભાણવડ તાલુકાના રેશનકાર્ડ ધારકો જોગ
  • આ યોજનાનો લાભ લેનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

સરકારના 22/03/2014ના ઠરાવની જોગવાઈ મુજબ રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતું અનાજ એ ફક્ત ગરીબો માટે છે. આ યોજનામાં ચાર પૈડાંવાળું (ફોરવીલ) વાહન ધરાવતા હોય, કુટુંબના કોઈ પણ સભ્ય સરકારી કર્મચારી હોય, કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક દસ હજારથી વધુની આવક ધરાવતા હોય, કુટુંબનો કોઈ પણ વ્યક્તિ આવકવેરો, વ્યવસાયવેરો ચુક્વતો હોય.

જે કુટુંબ પાંચ એકર કે તેથી વધુ (સાડા બાર વીઘા કે તેથી વધુ) ખેતીની જમીન ધારણ કરતું હોય, કુટુંબમાં કોઈ પણ સભ્ય સરકારી પેંશનર હોય,કુટુંબ આર્થિક સુખાકારી / સધ્ધરતા ધરાવતું હોય કે શહેરી વિસ્તારમાં પાકું મકાન ધરાવતા હોય તેવા કાર્ડ ધારકોએ 30 જૂન સુધીમાં સ્વેચ્છાએ એન.એફ.એસ.એ. યોજના અંતર્ગત પોતાનું રાશનકાર્ડ આ યોજનામાંથી સ્વેચ્છાએ કમી / રદ કરાવવા માટે મામલતદાર કચેરી, ભાણવડની પુરવઠા શાખા ખાતે રેશનકાર્ડની નકલ જોડી અરજી સ્વરૂપે રજૂ કરવાની રહેશે. જો તેમ કરવામાં ચૂક જણાશે તો 1 જુલાઈ પછીથી ઝુંબેશરૂપી તપાસ હાથ ધરવામાં આવશે.

તપાસ દરમિયાન આ યોજનાનો લાભ લેતા રેશનકાર્ડ ધારકો જો ઉક્ત મુજબની જોગવાઈ ધરાવતા હોવાના પુરાવા માલુમ પડશે તો વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની તેમજ જરૂર જણાયે ફોજદારી કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરવાની ફરજ પડશે તેમજ આ યોજના હેઠળ આજદિન સુધીમાં લીધેલા અનાજની બજારકિમત વસુલ કરવામાં આવશે તેમ મામલતદાર ભાણવડ તથા ખંભાળીયા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...