મૂલ્યાંકન:ડીકેવી કોલેજને એ-ગ્રેડ મળ્યો રાજ્યમાં પ્રથમ સરકારી કોલેજ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેકની કમિટીએ બે દિવસ મૂલ્યાંકન કર્યુ હતું

જામનગરની ડીકેવી કોલેજ એ ગ્રેડ મેળવનારી રાજ્યની પ્રથમ સરકારી કોલેજ બની છે. એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ કમીટીએ કોલેજનું મૂલ્યાંકન કર્યું હતું. જેમાં અધ્યાપન કાર્ય, વિદ્યાર્થીઓની પ્રગતિ, ભૌતિક સુવિધા સહિતના મુદા ચકાસ્યા હતાં.

નેક (એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ) ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓનું મૂલ્યાંકન કરતી બેંગ્લોરમાં આવેલી સ્વાયત સંસ્થા છે. જે કોલેજના અધ્યાપકોની ગુણવત્તા, અધ્યાપન કાર્ય, વિદ્યાર્થીઓની પ્રગતિ, કોલેજમાં ભૌતિક સુવિધા જેવી બાબતોનું મૂલ્યાંકન કરી કોલેજને ગ્રેડ આપે છે. જામનગરની ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં તા.1 અને 2 સપ્ટેમ્બરના એનએએસી કમિટી આવી હતી અને ડી.કે.વી. કોલેજનું સમગ્રતયા મૂલ્યાંકન કરી એ ગ્રેડ આપવામાં આવ્યો છે. પ્રિન્સીપાલ ડો. આર. યુ. પુરોહિતના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફે સારી કામગીરી કરી હતી.

એ ગ્રેડ મેળવામાં કોલેજના વિદ્યાર્થીઓ, વાલીઓ અને એલીમનીનું પણ મોટું યોગદાન રહ્યું છે. સરકાર દ્વારા પણ આ કોલેજમાં ટીચીંગ, લર્નિંગ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની સરકારી કોલેજોમાં એ ગ્રેડ મેળવનાર જામનગરની ડી.કે.વી. કોલેજ પ્રથમ છે. જેના કારણે જામનગરનું ગૌરવ વધ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...