તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવો રાહ:જી.જી.ની કોવીડ હોસ્પિટલમાં તોરણ બાંધી, દિવડા પ્રગટાવી, રંગોળી કરી દિવાળીની ઉજવણી કરાઇ

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
હોસ્પિટલ સ્ટાફે પ્રવેશદ્વાર પર રંગોળી બનાવી - Divya Bhaskar
હોસ્પિટલ સ્ટાફે પ્રવેશદ્વાર પર રંગોળી બનાવી
 • હોસ્પિટલના અટેન્ડન્ટ, નર્સીંગ-સર્વન્ટ સ્ટાફે પ્રકાશના પર્વના દર્દીઓનો ઉત્સાહ વધાર્યો

જામનગરની જી.જી.હોસ્પિટલની કોવીડ હોસ્પિટલમાં તોરણ બાંધી, દિવડા પ્રગટાવી, રંગોળી કરી દર્દીઓ સાથે દિવાળીની અનોખી ઉજવણી કરી હોસ્પિટલના અટેન્ડન્ટ, નર્સીંગ અને સર્વન્ટ સ્ટાફે પ્રકાશના પર્વના દર્દીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

કોરોના મહામારીને અનુલક્ષીને જી.જી.હોસ્પિટલમાં 700 બેડની કોવીડ-19 હોસ્પિટલ બનાવામાં આવી છે. દિવાળીના પર્વ પર કોરનાનું સંક્રમણ ઘટતા કેસમાં ધટાડો જોવા મળ્યો છે. ત્યારે કોવીડ હોસ્પિટલના નવમાં માળે વોર્ડ નં.9-એ માં શનિવારના દિવાળી પર્વની દર્દીઓ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે હોસ્પિટલના અટેન્ડન્ટ, નર્સીંગ અને સર્વન્ટ સ્ટાફે વોર્ડમાં રંગોળી કરી, દિવડા પ્રગટાવી તોરણ બાંધી દર્દીઓનો ઉત્સાહ વધાર્યો હતો. જેથી દર્દીઓ પોતે પોતાના ઘેર દિપાવલી પર્વની ઉજવણી કરી રહ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. દિપાવલી પર્વની ઉજવણી માટે સ્ટાફના કરશનભાઇ ગોજીયા, સાહસ્તાબેન બ્લોચ અને હેમાંગીબેન રાવલે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો