• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Diwali Improvement Of Fireman, Clerk And Wallman Of Jamnagar Municipal Corporation, Municipal Commissioner Ordered Promotion Of 12 Employees

કર્મચારીઓની બઢતી:જામનગર મહાનગરપાલિકાના ફાયરમેન, ક્લાર્ક અને વાલમેનની દિવાળી સુધરી, મનપા કમિશ્નરે 12 કર્મચારીઓના પ્રમોશનના આદેશ કર્યો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પહેલાં 35 સફાઈ કામદારોને કાયમી કરાયા બાદ 12 કર્મચારીઓને બઢતી આપવામાં આવતાં કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

12 કર્મચારીઓને વર્ગ-3ની કેડરમાં સમાવ્યા
જામનગર મહાનગર પાલિકા કમિશનર વિજય ખરાડીની સુચના મુજબ મનપા તંત્ર દ્વારા ટેકનિકલ અને વહિવટી કેડરના વર્ગ-4ના જે 12 કર્મચારીઓને વર્ગ-3ની કેડરમાં સમાવેશ કરવામાં આવ્યા છે. તે કર્મચારીઓમાં ફાયરમેન કમ-ડ્રાઈવર ડામોર જેન્તીલાલ કલાભાઈને સ્ટેશન ઓફીસર તરીકે, જુનિયર ક્લાર્ક રાજેન્દ્રસિંહ નિરૂભા જાડેજાને સિનિયર ક્લાર્ક તરીકે બઢતી અપાઇ છે.

9 વાલ્વ મેનને વોટર વર્કસ સબ ઈન્સ્પેક્ટર તરીકે બઢતી અપાઇ
આ ઉપરાંત વોટર વર્કસ વિભાગમાં વોટર વર્કસ સબ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરતા ચાવડા પુંજાજી નાથાજીને વોટર વર્કસ ઈન્સ્પેક્ટર તરીકે અને ચૌધરી ગણપત ભીખુભાઈ, પાંડવ પોપટલાલ મકનાજી, ડામોર ચંદુ, વસંત ટીમ્બલ, મણીયાર મહમદફારુક મહમદ સીદ્દીકી, આદમ ઓસમાણ સીંધીયા, એરડા અનિલકુમાર રમેશચંદ્ર, રાઠોડ અનિરૂધ્ધસિંહ નવલસિંહ, ધુલીયા માલશી પુંજા નામના 9 વાલ્વ મેનને વોટર વર્કસ સબ ઈન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...