દિવાળી આનંદ, ઉમંગ અને રંગોનું પર્વ છે. પણ આ પર્વ ત્યારે જ પૂર્ણ બને જ્યારે ફટાકડાની આતશબાજી થાય. એમાય દિવાળીની રાત્રે તો દર વર્ષે છેક મોડી રાત સુધી ધૂમ-ધડાકા થતા રહે છે. આ આતાશબાજી ક્યારેક આફતમાં ફરી વળે છે, આતાશબાજીમાંથી વછુટેલ ચિનગારી ક્યારેક આગનું રૂપ ધારણ કરી લે છે. જેને કારણે નાના-મોટી દુર્ઘટના ઘટતી હોય છે. આવું જ ચિત્ર ગઈકાલે દિવાળીની સાંજથી જામનગરમાં સામે આવ્યું હતું. જોકે. જામનગર મહાનગરપાલિકાના ફાયર તંત્રએ પ્રથમથી તૈયારી કરી લીધી હતી. જેના પરિણામે શહેરમાં જુદી જુદી જગ્યાએ લાગેલી 13 જગ્યાની આગ વિકરાળ બને તે પૂર્વે ઠારી દેવામાં આવી હતી.
જામનગરની દરેડ જીઆઇડીસીમાં પ્લાસ્ટિકના વાડામાં ગોડાઉન આગ ભભૂકી હતી. આગે વિકરાળ સ્વરૂપ હતા 5 ફાયર ફાઈટરની ગાડી દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ ઉપરાંત શહેરના પવનચક્કી વિસ્તારમાં અવધ નમકીનના ગોડાઉનમાં પ્રથમ બનાવ બન્યો હતો. જ્યાં ત્રણ ફાયર ટેન્ડરનું વોટર ફાયરીંગ કરાયું હતું. જ્યારે દરબાર ગઢ પોલીસ ચોકી પાસે સાંજના સુમારે કચરાના ઢગલામાં આગ લાગી હતી. જ્યાં એક ગાડીનું પાણીનું ફાયરીંગ કરાયું હતું. તો શહેરની ગોવાળની મસ્જીદ પાસે રાત્રે આઠેક વાગ્યે કચરા પેટીમાં આગ લાગી હોવાના મેસેજને લઈને ફાયરે એક ગાડી પાણીનો મારો ચલાવ્યો હતો.
આગનો બે બનાવ સમર્પણ સર્કલ પાસે બન્યા હતા. ખુલ્લા પ્લોટમાં રાત્રે આઠ વાગ્યે અને દશ વાગ્યે ગોકુલનગર તરફ જતા રોડ પર કચરાના ઢગલામાં આગ લાગતા ફાયરે એક-એક ગાડીનું ફાયરીંગ કરી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આ ઉપરાંત પ્રણામી સ્કુલ પાસે ખુલ્લા પ્લોટમાં ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠી હોવાની ફાયરમાં નોંધ છે. જ્યાં ત્રણ ગાડીનું ફાયરિગ કરી આગ પર નિયંત્રણ મેળવાયું હતું.
આ ઉપરાંત બે બનાવ ભીમવાસ પાસે બન્યા હતા. જેમાં વહેલી સવારે પાંચેક વાગ્યે અને ભંગાર અને ભંગારની બાઈકમાં આગ લાગતા ફાયરે એક-એક ગાડીનું ફાયરીંગ કરી આગ નિયંત્રિત કરી હતી. જ્યારે જડેશ્વર મહાદેવ મંદિર પાસે ઝાડમાં આગલા ભાગે રાત્રે સાડા અગ્યારેક વાગ્યે આગ લાગતા એક ગાડીનું ફાયરીંગ કરાયું હતું. તેમજ રણજીતનગર વિસ્તારમાં એકતા ફરસાણની બાજુમાં ત્રીજા માળે બાલ્કનીની બારીમાં આગ લાગતા ફાયરે આગ બુજાવી હતી.
સજુબા સ્કુલ પાસે રાત્રે ત્રણ વાગ્યે એક ગોડાઉનમાં આગ લાગી હતી. આ ઉપરાંત રામેશ્વરનગર વિસ્તારમાં કેપી શાહની વાડીમાં બંધ મકાનમાં આગ લગતા ફાયરે એક ગાડીનો પાણીનો મારો ચલાવ્યો હતો. આ ઉપરાંત બપોરે અગ્યાર વાગ્યા સુધીમાં અંતિમ ઘટના તીનબતી વિસ્તારમાં બની હતી, જ્યાં કચરાના ઢગલામાં છમકલું હતા ફાયરે આગ પર નીયંત્રણ મેળવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.