ગૌરવ:દિવ્યાંગ વ્રેસ્ટલીંગમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજેતાને ઓલમ્પિકમાં રમવાની મહેચ્છા

જામનગરના ઢીચડા રોડ પર રહેતા દિવ્યાંગ શિવદાસ ગુજરીયાએ અમદાવાદમાં યોજાયેલ ગુજરાત સ્ટેટ દિવ્યાંગ વ્રેસ્ટલીંગ ચેમ્પિયનશીપમાં પ્રથમ વિજેતા બની ગોલ્ડ મેડલ તથા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફી મેળવી છે. આગળ વ્રેસ્ટલીંગ માટે ઓલમ્પિકમાં રમવાની મહેચ્છા વ્યકત કરી છે.

આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટમાં 2013થી કાર્યકર તરીકે ફરજ નિભાવતા 40 વર્ષના 90 ટકા દિવ્યાંગ શિવદાસ આલસુર ગુજરીયાએ પેરા આર્મ વ્રેસ્ટલીંગ સ્પોર્ટ્સ એસોસિએશન અમદાવાદ દ્વારા યોજાયેલ ગુજરાત સ્ટેટ દિવ્યાંગ વ્રેસ્ટલીંગ ચેમ્પિયનશીપમાં પ્રથમ સ્થાને આવી ગોલ્ડ મેડલ તેમજ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફી પોતાને નામ કરી છે. સ્પોર્ટ્સમાં પોતાની કારકિર્દી બનાવવા દિવ્યાંગ શિવરાજભાઈ છેલ્લા 9 વર્ષથી દરરોજ 1 કલાક જીમ કરે છે. વ્રેસ્ટલીંગ સિવાય તે ગોળાફેંકમાં નેશનલ લેવલ સુધી પહોંચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...