તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણનું જતન:જામનગરમાં દિવ્યાંગ શિક્ષકે સરકારી શાળાના પટાંગણમાં 2500 છોડનો બગીચો તૈયાર કર્યો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફકત એક હાથ હોવા છતાં દરરોજ છોડને નિયમિત પાણી પીવડાવી માવજત કરે છે

જામગનરમાં સજુબા ગર્લ્સ હાઇસ્કૂલમાં ફરજ બજાવતા દિવ્યાંગ શિક્ષક જેઠાલાલ નકુમે શાળાના પટાંગણમાં 2500 છોડનો બગીચો તૈયાર કરી પર્યાવરણના જતનનું અનોખું ઉદાહરણ પુરૂં પાડયું છે. ફકત એક હાથ હોવા છતાં દરરોજ દરેક છોડને નિયમિત પાણી પીવડાવી માવજત કરી રહ્યા છે.

કોરોના મહામારીમાં લોકડાઉન સહિતના નિયંત્રણો કારણે સમયનો સદપયોગ કેમ કરવો તે લોકો માટે યક્ષ પ્રશ્ન બન્યો હતો. પરંતુ કેટલાક લોકોએ એવા પણ છે કે, જેને સમયનો સુચારૂં ઉપયોગ કરી અનેરી મિશાલ પૂરી પાડી છે. જામનગરની સજુબા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં જેઠાલાલ નકુમ કે જેઓને એક હાથ હોવા છતાં લોકડાઉન સહિત દોઢ વર્ષના સમયગાળામાં પર્યાવરણના જતનની નેમ સાથે શાળાના પટાંગણમાં 2500 છોડનો બગીચો તૈયાર કરી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે.

જન્મદિવસ શુભેચ્છાની ભેટ તરીકે રોપનું વિતરણ
સજુબા ગર્લ્સ હાઇસ્કૂલમાં કોઇ વિધાર્થીની કે શાળાના કોઇ કર્મચારીનો જન્મદિવસ હોય તો શાળામાં બગીચો તૈયાર કરનાર શિક્ષક જેઠાલાલ દ્વારા તેઓને જન્મદિવસ શુભેચ્છાની ભેટ તરીકે રોપ આપવામાં આવે છે.

ઔષધિ, ફળ સહિતના રોપાનું વાવેતર કર્યું
જામનગરની સરકારી સજુબા ગર્લ્સ હાઇસ્કૂલના શિક્ષક જેઠાલાલે શાળાના પટાંગણમાં એડેનીયમ(રણનું ગુલાબ), જાસૂસ, ગુલાબ, ચંપો, મોગરો, વેલ, સેતુર, આમળા, અંજીર, સીતાફળ, જામફળ, કેળા, અશ્વગંધા, અરડૂસી, દ્વાક્ષ સહિતના રોપાનું વાવેતર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...