જામનગરનું ગૌરવ વધાર્યું:જામજોધપુરના શેઠવડાળાની દિવ્યાંગ ખેલાડીએ ચોથી ઇન્ડિયન ઓપન નેશનલ પેરા એથ્લેટીકસ ચેમ્પીયનશીપમાં ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંગલોર ખાતે ચોથી ઇન્ડિયન ઓપન નેશનલ પેરા એથ્લેટીકસ ચેમ્પીયનશીપ 2022 યોજાઈ હતી

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના અસ્થિવિષયક દિવ્યાંગ ખેલાડી બગડા ચંદ્રેશભાઈ મુળજીભાઈએ ગત તા.19 ઓગષ્ટના રોજ બેગ્લોર ખાતે પેરાલિમ્પીક કમિટી ઓફ ઈન્ડીયા દ્વારા યોજાયેલ ચોથી ઈન્ડીયન ઓપન નેશનલ પેરા એથ્લેટીકસ ચેમ્પીયનશીપ-2022 ઉચીકૂદમાં 1.75 મી. પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
સિદ્ધિ બદલ અનેક મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી
​​​​​​​
દિવ્યાંગ ખેલાડીએ ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ જામનગર જિલ્લાનું તેમજ શેઠવડાળા અનુસુચિત જાતિ સમુદાય બગડા પરિવાર અને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરનું ગૌરવ વધાર્યું છે. ચંદ્રેશભાઈની આ સિદ્ધિ બદલ અનેક મહાનુભાવો દ્વારા હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમ આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના દિવ્યાંગ પ્રમુખ અને એડવોકેટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...