જાહેરનામું:ગુલાબ નગર રેલવે ઓવરબ્રિજ પર સમારકામ ચાલતું હોવાથી એક દિવસ માટે જામનગરથી રાજકોટ જવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓવરબ્રીજનું કામ ચાલુ હોવાથી ટ્રાફીક જામ અને અકસ્માતની શક્યતાને પગલે ટ્રાફિક ડાયવર્ટ કરવા જાહેરનામું બહાર પડાયું
  • વાહન ચાલકોને અવર-જવર કરવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી

જામનગરમાં ગુલાબનગર પાસે આવેલા રેલવે ઓવરબ્રીજનું સમારકામ ચાલતું હોવાથી એક દિવસ માટે જામનગરથી રાજકોટ તરફ જવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જામનગરથી રાજકોટ રોડનું સેક્શન ખીજડીયા ચોકડીથી જામનગર રોડ કિ.મી. 78/4 થી 84/0 પર ગુલાબનગર પાસે આવેલા રેલવે ઓવરબ્રીજના મરામતનું કામ કરવાનું હોવાથી ટ્રાફીક જામ અને અકસ્માત થવાની શક્યતાને પગલે જામનગરથી રાજકોટ તરફ જતો ટ્રાફીક એક દિવસ માટે ડાયવર્ટ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરેલી છે. જેથી જાહેર સલામતી અર્થે ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે જરૂરી જાહેરનામું બહાર પાડવુ યોગ્ય જણાય છે. જે ડો. સૌરભ પારધી, આઈ.એ.એસ., જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જામનગર રોડ પર ગુલાબનગર પાસે આવેલા રેલવે ઓવરબ્રીજ પર તારીખ 20/10/2021ના રોજ કોઈપણ પ્રકારની અવર-જવર કરવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અવર-જવર માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

જામનગરથી રાજકોટ અવર-જવર માટે મહાપ્રભુજી બેઠક વાળા રસ્તાથી હાપા માર્કેટીંગ યાર્ડ વાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. શહેરમાં આ જાહેરનામું તાત્કાલીક અસરથી અમલમાં લાવવું જરૂરી હોવાથી ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-33(6)ના પરંતુકની જોગવાઈ મુજબ તાત્કાલીક અસરથી અમલમાં લાવવામાં આવ્યું છે.

આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારા સદરહુ અધિનિયમની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાંની જાહેર જનતાને જાણ થાય તે માટે ડાયવર્ઝનવાળા રસ્તાઓના અગ્રભાગે જાહેર જનતાને સરળતાથી જાણકારી મળી રહે તે મુજબના બોર્ડ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગે મુકવાના રહેશે તેમજ રેલવે ઓવરબ્રીજના સ્થળે અવર-જવર માટે પ્રવેશબંધી અંગે જરૂરી આડસ મુકી સુચનાત્મક બોર્ડ મુકવાની વ્યવસ્થાં કરવાની રહેશે.

આ ઉપરાંત શહેર અને જિલ્લાના અનેક માર્ગો વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયા છે તેમાં પણ ખાસ કરીને જામનગર-રાજકોટ માર્ગ પર ગુલાબનગર નજીક આવેલો રેલવે ઓવરબ્રીજ વરસાદી પાણીના કારણે બદતર હાલતમાં ફેરવાઈ જતાં આ મુખ્ય માર્ગની મરામતનું કામ સોમવારથી શરૂ કરવામાં આવ્યું હતું. રાજકોટ તરફ જતાં મુખ્ય ઓવરબ્રીજ રિપેરીંગના કારણે ડાયવર્ઝન કરવા માટે જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેથી રાજકોટ તરફ જતાં વાહનચાલકોએ વીકટોરિયા પુલ પછી જમણી તરફના માર્ગ પર મહાપ્રભુજીની બેઠક વાળા રોડ પર થઈને જવા માટેનું ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે અને આ ડાયવર્ઝન માટે તંત્ર દ્વારા ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...