જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા રવિવારે ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટ તથા શહેરની 8 શાળાઓમાં નિ:શૂલ્ક ટેબલ ટેનિસના ટેબલ વિતરણ કરવામાં આવશે. સુમેર સ્પોર્ટસ કલબ ખાતે રવિવારે ઓપન જામનગર ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટ યોજાશે. આ ટુર્નામેન્ટમાં જામનગર ડિસ્ટ્રીકટના અનેક ખેલાડીઓ પોતાની ટેબલ ટેનિસની સ્કીલ અજમાવશે અને એવોર્ડ તથા સર્ટિફીકેટ જીતશે. આ ઉપરાંત વધારેને વધારે નવા ખેલાડી થાય અને ખેલાડીઓને પ્રોત્સાહન માટે જામનગર શહેરની વિવિધ 8 શાળાઓમાં ટેબલ ટેનિસના ટેબલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ખાસ કોચની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જે અઠવાડીયામાં બે દિવસ શાળાઓમાં જઇ કોચિંગ આપશે.ખેલાડીઓના મનોબળને વધારવા અને યોગ્ય માર્ગદર્શન આપવા માટેના કાર્યો થઇ રહ્યાં છે. 2021માં કોવિડ પ્રોટોકોલ સાથે સ્ટેટ ટુર્નામેન્ટ, ત્રણ ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. તેમજ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત ટુર્નામેન્ટનાં આયોજનમાં અગ્રીમ ફાળો આપ્યો હતો. આ ઉપરાંત ટેબલ ટેનિસમાં નવા ખેલાડીઓ જોડાઇ અને પ્રોફેશનલ માર્ગદર્શન મેળવે તેવા હેતુથી સુમેર કલબમાં એક મહિનાના કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.