જામનગરમાં હવે વ્યાજખોરોની ખૈર નથી:જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું - 'કોઇ હેરાન કરે તો SP અથવા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરજો'

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરવાસીઓને વ્યાજખોરો સામે મેદાનમાં આવવા આજે એસપીએ આહ્વાન કર્યું છે. વ્યાજખોરી અંગેની ફરિયાદ માટે એસપીને અથવા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા જણાવાયું છે. જામનગર શહેર તથા જિલ્લામાં લાયસન્સ વગર વ્યાજે રકમ ધીરતા તત્ત્વો સામે કડક હાથે કામગીરી કરવાનો જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ નિર્દેશ આપ્યો છે.

વ્યાજખોરી ડામી દેવા આ પ્રકારની ફરિયાદોનું મોનીટરીંગ જિલ્લા પોલીસવડાને કરવાનું રહેશે તેમ આદેશ કર્યા પછી આજે જિલ્લા પોલીસવડાએ કોઈપણ વ્યાજખોર પજવતો હોય તો તેની સામે રજૂઆત કરવા માટે જિલ્લા પોલીસવડા અથવા પોલીસ કંટ્રોલ કચેરીનો સંપર્ક કરવાનું આહ્વાન આપ્યું છે.

વ્યાજખોરોની દાદાગીરી અને પઠાણી ઉઘરાણી ના કિસ્સા અવારનવાર બહાર આવતા રહે છે જેમાં કેટલાક કિસ્સાઓમાં લેનાર પહોંચી નહીં શકતા અંતિમ વ્યાજખોરની પઠાણી ઉઘરાણી થી કંટાળીને આપઘાત સુધીના પગલાં ભરતા હોવાનું ભૂતકાળમાં પણ આવું બની ચૂક્યું છે ત્યારે રાજ્ય નહીં માત્ર જામનગરની વાત કરી તો જામનગરમાં પણ અગાઉ ઘણા અભ્યાસ કોરોના ત્રાસ અને દાદાગીરી સામે પોલીસ તંત્ર દ્વારા કડક સાથે કામગીરી કરવામાં આવ્યું છે જેના કારણે થોડા સમય માટે વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી જાય છે.

જામનગર ખાતે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને ત્રાસના કારણે માર માલીયા અને આપઘાતના બનાવો પણ સામે આવે છે જ્યારે ફરિયાદોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય જો કે વ્યાજખોરોની દાદા ગીરી ના મોટાભાગના બનાવો પોલીસ મથકે પહોંચતા નથી અને કોઈપણ રીતે લોકો તેમનો ભોગ બનતા રહે છે તે માટે આવા વ્યાજખોરો સમાજમાં પણ ખુલ્લા પાડવા મદદરૂપ બને

વ્યાજખરોની અને પઠાણી ઉઘરાણી બાબતે ફરિયાદો થતી રહે છે પરંતુ વ્યાજ છે રૂપિયા લેનાર સામે આવતા નથી દરમ્યાનમાં જામનગર જિલ્લાની જનતાને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા જાહેર સંદેશો અને આવવાન કરવામાં આવ્યું છે કે જામનગરમાં પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોની ફરિયાદ આપવા માટે લોકો આગળ આવે જેથી કાયદેસરની અને કડક કાર્યવાહી કરી શકાય.

જામનગર જિલ્લાની જનતાને જણાવવામાં આવ્યું છે કે કોઈપણ નાગરિકને વગર લાઇસન્સ છે ઊંચા વ્યાજ દરેક ગેરકાયદે વ્યાજે રૂપિયા આપવાની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ આપવા જિલ્લા પોલીસ વડા ની કચેરી અથવા જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ખાતે રૂબરૂ આવીને સંપર્ક કરવો જેથી આવા વ્યાજખોરો વિરુદ્ધ ગુજરાત નાણાં થી ધિ રધાર અધિનિયમ મુજબ પગલાં લેવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...