તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે ફ્કત 3 કેસ નોંધાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાક દરમિયાન 2 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે તો કોરોનાની સારવાર દરમિયાન 1 દર્દીનું મોત નોંધાયું છે.

જામનગર જિલ્લામાં એક સમયે દરરોજ 700 આસપાસ કોરોનાના કેસ નોંધાતા હતા. પરંતુ, છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 3 નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 1 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આજે 2 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જામનગર જિલ્લામાં આજે 3 કેસ નોંધાયા છે. જેમાં 1 કેસ શહેરી વિસ્તારમાં તો 2 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. જિલ્લામાં રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 2 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 4 લાખ 32 હજાર 189 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 3 લાખ 12 હજાર 277 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...