દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન:જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 'દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર' યોજાઈ

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી 21 મી નેશનલ પેરા એથેલેટિક્સમાં સિલેક્શન પામેલા જામનગરના દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન કરાયું

જામનગરમા અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક અધિકારો વિષે માહિતગાર કરવા માટે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ અને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગર દ્વારા 'દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર- 2023' ગત તા. 05 માર્ચના રોજ યોજાઈ હતી.

આ નિઃશુલ્ક શિબિરમાં જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ સત્તારભાઈએ દિવ્યાંગ સમુદાયોને મળતા હક્ક- અધિકારો વિષે માહિતી આપી હતી. અંત્યોદય યોજના તળે પાત્રતા ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓને આ યોજના અંગે સરળ ભાષામાં સમજણ પુરી પાડી હતી. આગામી તા. 16 થી 20 માર્ચ દરમિયાન મહારાષ્ટ્રના પુના ખાતે 21 મી નેશનલ પેરા એથેલેટિક્સ 2022- 23 નું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આ સ્પર્ધામાં લાંબી કૂદ અને ગોળા ફેંક ઝોનમાં ભાગ લેનારા જામનગરના દિવ્યાંગ ખેલાડી ચંદ્રેશભાઇ બગડા, શિવદાસ ગુજરીયા અને ભારતીબેન રાઠોડનું દિવ્યાંગ સમિતિના સદસ્યો દ્વારા શાલ- કેપ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

તેમજ, તાજેતરમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા આયોજિત પત્ર લેખન સ્પર્ધામાં રાજ્ય સ્તરે તૃતીય ક્રમાંકે વિજેતા બનેલી શહેરની દીકરી રીનાબેન સાંગાણીનું પણ સદસ્યો દ્વારા સન્માન કરવમાં આવ્યું હતું. કાર્યક્મમાં નિવૃત્ત નાયબ મામલતદાર વિજયભાઈ વોરા, દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના પ્રમુખ પ્રફુલાબેન મંગે, અરબ યંગ ફાઉન્ડેશન જામનગરના હાજી અબ્દુલકાર મસ્કતી, દિવ્યાંગ કાર્યકર શીતલબેન સાંગાણી તેમજ દિવ્યાંગ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહયા હતા.

ઉપરોક્ત શિબિરને સફળ બનાવવા માટે ટ્રસ્ટના ઉપપ્રમુખ આર.જે. પાલેજા, દિવ્યાંગ કાર્યકર રિયાબેન ચિતારા, જાયણીબેન મોઢા, બિપીનભાઈ અમૃતિયા, દીપકભાઈ સંચાણીયા, હિરેનભાઈ ગોહેલ અને પુષ્પાબેન વોરાએ જહેમત ઉઠાવી હતી. તેમ જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ શ્રી સત્તારભાઈ એમ. દરદાજા દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...