14 હેડ કોન્સ્ટેબલ ASI બન્યા:જિલ્લાના કોન્સ્ટેબલોને આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકેની બઢતી અપાઈ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેર- જિલ્લાના 14 પોલીસ હેડ કોન્સ્ટેબલોને જિલ્લા પોલીસવડાએ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકેની બઢતી આપતા લાંબા સમયથી રાહ જોતા કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. જામનગર શહેર-જિલ્લામાં લાંબા સમયથી પોલીસ હેડ કોન્સ્ટેબલો પોતાના પ્રમોશનની રાહ જોતા હતા ત્યારે ગુરૂવારે જિલ્લા પોલીસવડાએ 14 હેડ કોન્સ્ટેબલોને એએસઆઈના પ્રમોશન આપ્યા હતા.

જેમાં રઘુવીરસિંહ નવલસિંહ પરમાર, હિતેશ ખોડુભાઈ ચાવડા, બળવંતસિંહ જીતુભા પરમાર, સંજયસિંહ ગોવુભા જાડેજા, જયેશદાન કેશુદાન ગઢવી, નાનજી તરસીભાઈ અઘેરા, કરણસિંહ ગોપાલસિંહ જાડેજા, મગન હરજીભાઈ ચંદ્રપાલ, વિજય છગનલાલ હરવદીયા, શ્રીકાંત સુનિલભાઈ દાતીયાણા, મુકેશસિંહ જીલુભા રાણા, મોહનભાઈ નરવતભાઈ બારીયા સહિત અન્ય 2 આમ્સર્સ પોલીસ હેડ કોન્સ્ટેબલને એએસઆઈના પ્રમોશન આપવામાં આવતા પોલીસબેડામાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...