ફરિયાદ:જમીનના ભાગ બાબતે ડખ્ખો, 3 ભાઈ વચ્ચે ધીંગાણું

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાઈઓએ નાનાભાઈને માર મારી અંગુઠો કાપી નાખ્યો, ગુનો

જામનગર તાલુકાના મસીતીયા ગામમાં જમીનના ભાગના પ્રશ્ને ત્રણ ભાઈઓ વચ્ચે ધીંગાણું થયું હતું . જેમાં નાના ભાઈ ઉપર બે મોટા ભાઈઓ તૂટી પડ્યા હતા આ હુમલા અંગુઠો કાપી નાખ્યાની રાવ સાથે બંને સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે . આ અંગેની વિગત એવી છે કે , માસિતિયા ગામમાં જમીનના ભાગના પ્રશ્ને 3 ભાઈઓ વચ્ચે ઝગડો થયો હતો .

મસીતીયા ગામમાં રહેતા અને ખેતીકામ કરતાં કાદરભાઈ જુમાંભાઈ ખફી નામના 38 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર બોથડ પદાર્થ વડે હુમલો કરી ઢોર માર મારવા અંગે તેમ જ પોતાના જમણા હાથનો અંગૂઠો કાપી નાખવા અંગે પોતાના જ બે મોટા ભાઈઓ યુનુસ જુમાભાઈ ખફી અને આમદ જુંમાભાઈ ખફી સામે ફરિયાદ નોંધાવી છે . ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી . જી . હોસ્પિટલમાં દાખલ કરાયો છે , અને તેના ઉપર સર્જરી કરવામાં આવી છે . ખેતીની જમીનના ભાગના પ્રશ્ન ઝઘડો થયા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે .

અન્ય સમાચારો પણ છે...