હત્યાનો પ્રયાસ:જામનગરમાં માતા અને ભાઈ સાથે મકાનમાં રહે તે ગમતું ન હોવાથી ઉશ્કેરાયેલા ભાઈએ સગાભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરના સિધ્ધાર્થનગર વિસ્તારમાં રહેતાં માતા અને ભાઈ ગમતા ન હોવાથી ઉશ્કેરાયેલા ભાઈએ તેના સગા ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેથી યુવકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમાર્યો
મળતી માહિતી મુજબ જામનગરના સિધ્ધાર્થનગર શેરી નં.1 મા વુલનમીલ ફાટક પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતાં શૈલેષ તેજાભાઈ સાગઠીયા અને તેની માતા બાલુબેનને મકાનમાં તેનો જ સગો ભાઈ સવજી ઉર્ફે કાનો રહેવા દેતો ન હતો. મા તથા ભાઈ ગમતા ન હોવાથી અવાર-નવાર બન્ને સાથે ઝઘડો કરતો હતો. દરમિયાન આ ઝઘડાનું મનદુ:ખ રાખી મંગળવારે રાત્રિના સમયે શૈલેષ સાગઠીયા ઉ.30 નામના યુવાનને તેના ઘર પાસે આંતરીને તેના જ સગાભાઇ સવજી ઉર્ફે કાનાએ બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેમજ છરી વડે ડાબા પગના સાથળમાં, છાતીમાં તથા આંખમાં નેણ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેથી ઘવાયેલા શૈલેષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
​​​​​​​આ ઉપરાંત થોડા દિવસ પહેલા જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીક વચ્ચે પડવાની બાબતે યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ હત્યાના બનાવ બાદ સી ડીવીઝન વિસ્તારમાં વધુ એક જીવલેણ હુમલાની ઘટના બની છે.

અન્ય સમાચારો પણ છે...