તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેકટ:ડિસ્ચાર્જ દર ઘટ્યો, એક દિવસમાં 76 મોત

જામનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જામનગર શહેર-જિલ્લામાં 24 કલાકમાં 707 પોઝિટિવ કેસ સામે 385 દર્દી સ્વસ્થ થયા
 • કોરોના સંક્રમણ યથાવત રહેતા જી.જી. હોસ્પિટલમાં દર્દીની કતાર યથાવત : પથારી માટે પડાપડી

જામનગરમાં કોરોના કહેર વચ્ચે ડિસ્ચાર્જ દર ઘટતા 24 કલાકમાં 707 પોઝિટિવ કેસ સામે 385 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જયારે એક જ દિવસમાં વધુ 76 લોકોના મોત નિપજયા છે. કોરના સંક્રમણ યથાવત રહેતા જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની કતાર યથાવત રહી છે.

જામનગરમાં કોરોનાનું બેકાબૂ સંક્રમણ ઘટવાનું નામ લેતું નથી. આથી દરરોજ રેકર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. બીજી બાજુ મૃત્યુદરમાં પણ વધ-ધટ થઇ રહી છે. આ સ્થિતિમાં શનિવારે રાત્રીથી રવિવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં 76 દર્દીના મોત નિપજયા છે. જયારે રવિવારે શહેરમાં 398 અને જિલ્લામાં 309 મળી કુલ 707 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે શહેરમાં 329 અને જિલ્લામાં 56 મળી કુલ 385 દર્દીએ કોરોના મહામારીને મહાત આપતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રવિવારે મૃત્યુદર વધ્યો હતો તો ડિસ્ચાર્જનો દર ઘટયો હતો.

બીજા દિવસે 18થી વધુ વયના 934 લોકોએ રસી લીધી
જામનગર સહિત રાજયભરમાં 1 મે થી 18 થી વધુ વયજૂના લોકોને કોરોના પ્રતિરોધક રસી વિનામૂલ્યે આપવાનું રાજયસરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રથમ દિવસે જામનગર શહેરમાં 2740 લોકોએ રસી લીધી હતી. જયારે બીજા દિવસે એટલે કે રવિવારે 18 થી 44 વય જૂથના 934 થી વધુ લોકોએ રસી મૂકાવી હતી. જયારે 45 થી વધુ વયના 293 લોકોએ રસીનો પ્રથમ ડોઝ અને 45 વર્ષના ઉપરના 544 લોકોએ કોરોના પ્રતિરોધક રસીનો સેકન્ડ ડોઝ લીધો હતો. દરરોજ સાંજે પાંચ કલાકે રજીસ્ટ્રેશન માટેના સ્લોટ ઓપન કરવામાં આવશે.

જામનગરની જી.જી. હોસ્પિટલની કેન્ટીનમાં ફલુ ઓપીડી શરૂ કરવામાં આવી

​​​​​​​જામનગર સહિત અન્ય જિલ્લામાં કોરોનાએ કાળો કહેર વર્તાવતા જી.જી.હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા લાંબી કતારો જોવા મળી રહી છે. આ સમસ્યાને નિવારવા તાજેતરમાં જી.જી.હોસ્પિટલમાં આવેલી કેન્ટીનનો અદાલતના હુકમ બાદ તંત્રએ કબજો લીધા બાદ આ કેન્ટીનમાં સામાન્ય શરદી, તાવના દર્દીઓને તપાસવા માટે અલગથી ફલુ ઓપીડી શરૂ કરી દર્દીઓને સંક્રમિત વિસ્તારથી દૂર રાખી સારવાર આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. } તસવીર : હસિત પોપટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો