તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં સુભાષબ્રીજથી ગુલાબનગર જતા માર્ગ પર ચેમ્બર ઓફ કોમર્સ નજીક મનપાના ભંગાર વાહનો ગંદકી વધારી રહ્યા હોય આશ્ચર્ય સર્જાયું છે. છેલ્લાં ઘણાં સમયથી ખખડધજ થયેલા 40 થી વધુ કચરો ઉપાડવાના મીની ટીપર, ક્રોમ્પેકટર વાહનો ધૂળ ખાઇ રહ્યા છે છતાં તેનો નિકાલ થતો નથી.
જામનગરમાં સુભાષબ્રીજથી ગુલાબનગર જતાં માર્ગ પર ચેમ્બર ઓફ કોમર્સ ભવન નજીક મહાનગરપાલિકાની જગ્યામાં કચરો ઉપાડવાના ભંગાર વાહનો છેલ્લાં ઘણાં સમયથી ધૂળ ખાઇ રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, આ જગ્યામાં 40 થી વધુ કચરો ઉપાડવાના મીની ટીપર, ક્રોમ્પેકટર વાહનો કે જે અનઉપયોગી બન્યા હોય તે પડયાં હોય ગંદકી ઘટવાને બદલે વધી રહી છે. ત્યારે આ વાહનોનો નિકાલ ન થતાં અનેક સવાલ ઉઠયા છે.આ વાહનોનો તાકીદે નિકાલ લાવવા માટે માંગણી ઉઠવા પામી છે.
વર્ક ઓર્ડર અપાઇ ગયો છે, ટૂંક સમયમાં નિકાલ થશે
જામનગર શહેરમાં સુભાષબ્રીજથી ગુલાબનગર જતાં માર્ગ પર મહાપાલિકાની જગ્યામાં કચરો ઉપાડવાના 40 થી વધુ મીની ટીપર, ક્રોમ્પેકટર ભંગાર વાહનો પડયા છે. જેનું ટેન્ડર મંજૂર થયું હોય અને વર્કઓર્ડર અપાઇ ગયો હોવાથી ટૂંક સમયમાં આ ભંગાર વાહનનો નિકાલ થઇ જશે. - દિપક શીંગાળા, નાયબ ઇજનેર, જામ્યુકો સોલીડ વેસ્ટ વિભાગ
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.