દીક્ષા મહોત્સવ:જામનગરમાં દિક્ષાર્થીઓનો વરસીદાનનો વરઘોડો નિકળ્યો, જૈન શ્રાવક-શ્રાવિકાઓ ભાવભેર જોડાયા

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં જૈન સમાજની શિક્ષિત યુવતીએ સંસાર છોડીને સંયમના સંયમના માર્ગે પ્રસ્થાન કરવાનો નિર્ણય કરતા તા.21 ના લાલબંગલા નજીક આવેલા પોપટ ધારશીની પેઢીના સમેતશિખરજીની પ્રતિકૃતિ સમાન દેહરાસરમાં દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું છે. મૂળ શિહોર પરિવારના ઋષભભાઇ શાહના પુત્રી હેત્વીબેને દીક્ષા લેવાની પરિવાર સમક્ષ ભાવના વ્યકત કરી હતી.

પરિવાર અને ગુરૂજનોએ અનુમતિ આપી હતી. તદઉપરાંત આ જ પરિવારના નંદીશભાઇ શાહના પુત્ર ચૈત્ય અને પુત્રી વિરાગીએ પણ સંયમના માર્ગે પ્રયાણ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગામી દિવસોમાં દીક્ષા અંગીકાર કરશે. આ ત્રણેય દિક્ષાર્થીઓને વરસીદાનનો વરઘોડો શનિવારે પેલેસ દહેરાસરથી નીકળ્યો હતો. જે જી.જી.હોસ્પિટલ રોડ, ગુરૂદ્રારા રોડ થઇને પોપટ ધારશી જૈન દહેરાસરે પૂર્ણ થયો હતો. દિક્ષાર્થીઓના વરઘોડામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ ભાવભેર જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...