જામનગર શહેરની શાન તથા હેરીટેજ સીટીની આગવી ઓળખ સમાન ૨ણમલ તળાવ, મ્યુઝિયમ, સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક તથા જામ રણજીતસિંહજી પાર્કમા જાહેર જનતા માટે પ્રવેશ ફી માટે QR-CODE કાર્ડ સ્વાઈપ દ્વારા ડીજીટલ પેમેન્ટની સુવિધા આજરોજ મેયર બીનાબેન કોઠારી કમિશ્નર વિજય ખરાડી ,શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા તથા શાસકપક્ષ દંડક કેતનભાઈ ગોસરાણી દ્વારા શરૂ કરાવવામા આવી છે.
ડીજીટલ ઈન્ડિયાના આહવાન સંદર્ભે અને શહે૨ની જાહેર જનતાની સુવિધાના ભાગરૂપે રણમલ તળાવ ખાતે આજરોજ ડીજીટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ ક૨વામા આવેલ છે. પુરા વર્ષ દરમ્યાન ૨ણમલ તળાવ પરિસરમાં ફરવા આવતા 11 થી 12 લાખ મુલાકાતીઓને આ ડીજીટલ પેમેન્ટની સુવિધાનો લાભ મળશે. જામનગ૨ શહે૨ની જનતાને આ ત્રણેય હ૨વા-ફરવાના સ્થળ ઉપર ડિજિટલ પેમેન્ટ ની સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.