સુવિધા:જામનગરમાં 3 જાહેર સ્થળો પર ડિજિટલ પેમેન્ટની સુવિધા શરૂ કરાઇ

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાવની પાળ, જામરણજીતસિંહ અને એમ્યુઝમેન્ટ પાર્કનો સમાવેશ કરાયો

જામગનરમાં ત્રણ જાહેર સ્થળો પર પ્રવેશ-ફીની ડીજીટલ પેમેન્ટ એટલે કે ઓનલાઇન ફી ચૂકવણીની સુવિધા શરૂ કરવામાં આવી છે. જામનગરની શાનસમા હેરીટેજ સિટીની આગવી ઓળખ સમાન રણમલ તળાવ અને મ્યુઝિયમ, સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક તથા જામરણજિણસિંહજી પાર્કમાં જાહેર જનતાના પ્રવેશ ફી માટે ક્યુઆર કોડ દ્વારા એન.ટી.સીઆઈ એપ્રુવ્ડ સ્કેન એપ્લિકેશન જેવી કે ગુગલ પે,પે-ટીએમ, ફોન-પે, પે-ઝેપ વગેરે ડિજિટલ પેમેન્ટની સુવિધાનો પ્રારંભ મેયર બીનાબેન કોઠારીના હસ્તે કરવામાં આવ્યો હતો.

રણમલ તળાવ પાસે આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સુવિધા એચડીએફસી બેંકના સહયોગથી શરૂ કરવામાં આવી છે. વર્ષ દરમિયાન 12 લાખ જેટલા મુલાકાતીઓને આ સેવાનો લાભ મળશે. લોકાર્પણ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ, એચડીએફસી બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...