આવેદન:મતદાર નોંધણીની ઓનલાઇન કામગીરીમાં શિક્ષકોને પારાવાર મુશ્કેલી

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેકટરને આવેદન
  • મતદારયાદીમાં ક્ષતિની ભીતિ: યોગ્ય કાર્યવાહી કરવા માંગણી

મતદાર નોંધણીની ઓનલાઇન કામગીરીમાં શિક્ષકોને પારવાર મુશ્કેલી પડતી હોય જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધે આ મુદે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં મતદારયાદીમાં ક્ષતિની ભીતિ દર્શાવી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.

જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે આવેદનમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં મતદાર નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં બીએલઓ તરીકે મોટાભાગના પ્રાથમિક શિક્ષકો હોય ગરૂડા એપ દ્વારા તમામ ફોર્મ ઓનલાઇન કરવાની કામગીરીનો આદેશ કરાયો છે. પરંતુ ઓનલાઇન કામગીરીમાં પારાવાર મુશ્કેલીથી નિયત સમય મર્યાદામાં આ કામગીરી કરવી શકય નથી. વળી ઘણા શિક્ષકો ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ કરતા હોય મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...