ફફડાટ:ધ્રોલ - શ્વાનનો આતંક, 3 બાળકોને બચકા ભર્યા

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમાચણ-રોજિયા પંથકમાં બેકાબૂ શ્વાને માસૂમ ભૂલકાંઓને નિશાન બનાવ્યા
  • ત્રણેય બાળકોને જી.જી. માં લઈ જવાયા

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના તમાચણ અને રોજિયા પંથકમાં ગુરૂવારે બપોર બાદ સંભવત: હડકાયા બનેલા એક શ્વાને ભારે આતંક મચાવ્યો હતો. બેકાબૂ બનેલા આ શ્વાને તમાચણમાં એક અને રોજિયા પંથકમાં બે સહિત 3 બાળકોને બચકા ભરી લીધાનું બહાર આવતા ભારે દોડધામ સાથે અફડાતફડી મચી જવા પામી હતી.

બીજી બાજુ હડકાયા શ્વાનના હુમલાનો ભોગ બનેલા ત્રણેય બાળકોને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બેકાબૂ શ્વાને રીતસર આતંક મચાવતા એક ત્રણ વર્ષના બાળકને શરીરે એકથી વધુ જગ્યાએ બચકા ભર્યાનું જાણવા મળ્યું છે જેને તબીબી સારવાર અપાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...