સૌરાષ્ટ્રના પેરીસ ગણાતા જામનગરમાં વિદેશી પક્ષીઓનું આવનજાવન ઘણા વર્ષોથી ચાલે છે. શિયાળામાં મોટી સંખ્યામાં સાત સમુંદર પાર કરીને પક્ષીઓ એક તરફ લાખોટા તળાવ તો બીજી તરફ બર્ડ સેન્ચુરી ખીજડીયા અભ્યારણ ખાતે મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે. ત્યારે આ વખતે જામનગરના આંગણે અલભ્ય ધોળી ડોક ઢોંક પક્ષીનું આગમન થયુ છે.
રાજ્યભરના સહેલાણીઓ નિહાળવા આવે છે
350થી વધુ પ્રજાતિના પક્ષીઓ જામનગર જિલ્લાના દરિયાઇ કાંઠા વિસ્તારમાં શિયાળાની મોસમમાં આવે છે. જેમાં ટેલીકન પક્ષી વિશાળ કદ ધરાવે છે અને એક દિવસમાં 20 જેટલી માછલીઓ આરોગી જવા સક્ષમ છે. આ પક્ષીઓને જોવા માટે રાજ્યભરના સહેલાણીઓ પક્ષી અભ્યારણ તેમજ દરિયાઇ વિસ્તારમાં આવે છે.
આ પક્ષીની સંખ્યા 30થી વધુ આ વિસ્તારોમાં
ભારતમાં મુખ્યત્વે આઠ પ્રકારના સ્ટોક એટલે કે ઢોંક જોવા મળે છે. ખાસ કરીને પીળી ચાંચ ઢોંક કોમન છે. આ એક જ પ્રજાતિના આઠ પ્રકારના પક્ષીઓમાં બનારસ એટલે કે બ્લેક નેકટ સ્ટોક એક લુપ્ત થતી જતી પ્રજાતિમાં છે. ગુજરાતમાં બહુ જજ જોવા મળતું આ પક્ષી ખિજડીયા પર મહેરબાન છે. એમ કહેવું અતિશયોકતી નહિં ગણાય. ખિજડીયા અને જોડિયાથી પિંડારા સુધી અનેક સલામત સ્થળોએ માળા કરી પોતાની જાતને ટકાવવા પ્રયત્ન કરી રહેલા આ પક્ષીની સંખ્યા 30થી વધુ આ વિસ્તારોમાં છે.
પક્ષીપ્રેમીઓમાં ખુશીનો માહોલ
પીળી ચાંચ ઢોંક સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ચેરના જંગલો અને પક્ષી અભ્યારણોમાં નાની મોટી વસાહતો બનાવે છે. જેથી આપણે ત્યાં તેની સંખ્યા વધુ પ્રમાણમાં છે. ખાસ કરીને ફાટી ચાંચ ઢોંક, ઉજળી ઢોંક, કાળી ઢોંક, નાનો જમાદાર, મોટો જમાદાર, અને ધોળી ડોક ઢોંક દરેક જગ્યા પર સહેલાઇથી જોવા મળતા પક્ષીઓ નથી અને જયાં જોવા મળે છે ત્યાં ખૂબજ ઓછી સંખ્યામાં જોવા મળે છે.જેના કારણે એ અમૂક અંશેઅલભ્ય પણ બની રહે છે.આ વર્ષે જામનગરમાં નવા વર્ષના પ્રારંભે યુરોપીય ખંડના પક્ષી મ્યુટ બાદ શહેરની ભાગોળે વહેતી રંગમતિના પાણીમાં ધોળી ડોક ઢોંક જોવા મળી આવતા જામનગરના પક્ષીપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પક્ષીના રંગબેરંગી પિંછા આકર્ષક
સાત વર્ષ પહેલા ઉજળી ઢોંક અને ત્યારબાદ 2023ના પ્રારંભે ધોળી ડોક ઢાંક ખૂબ સહજતાથી અને માનવ વસાહત વચ્ચે જોવા મળી રહ્યું છે. આ પક્ષીના રંગબેરંગી પિંછા પર સુર્યના કિરણો પડતાં જ તે સમરંગી છે, જે આકર્ષક નજરે પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.