ક્રાઇમ:જામનગરમાં બે પરિવાર વચ્ચે ખેલાયું ધિંગાણું: મહિલાની હત્યા

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્રતામાં પરિણમી
  • પોલીસે ​​​​​​​આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી

શહેરના સાતરસ્તા નજીક આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે રહેતાં બે પરિવાર વચ્ચે લોહિયાળ ધીંગાણું ખેલાયું હતું. ઉગ્ર બોલાચાલી બાદ સામસામે આવી ગયેલા બન્ને પરિવાર મારામારી પર ઉતરી આવ્યા હતાં. જેમાં એક મહિલાની હત્યા નિપજાવવામાં આવી હતી. આ ઘટનાના પગલે સિટી એ ડિવિઝન પોલીસ દફતરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડની સામે રહેતાં બે પરિવાર વચ્ચે કોઇપણ બાબતે બોલાચાલી થઇ હતી. સામાન્ય બાબતે થયેલી બોલાચાલી જોતજોતામાં ઉગ્રતામાં પરિણમી હતી.

બન્ને પક્ષે મોટા અવાજે ઉગ્રતા પકડી ગયેલા બન્ને પરિવારના સભ્યો સામસામે આવી ગયા હતાં અને મારામારી પર ઉતરી આવ્યા હતાં.ગંભીર રીતે ઘવાયેલા અનિતાબેન અનિલભાઇ ગોહિલ (ઉ.વ.40) નામના મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. જેને લઇને આ બનાવ મારામારીમાંથી હત્યામાં પલ્ટાયો હતો. મહિલાની લોથ ઢળી જતાં આરોપી પરિવારના સભ્યો નાશી ગયા હતાં. દરમિયાન આ બનાવની જાણ થતાં સિટી એ ડિવિઝન અને એલસીબી પોલીસની કાફલો પ્રદર્શન ગ્રાઉન્ડ પહોંચ્યો હતો.

જ્યાં પોલીસે મૃત્તક મહિલાનો કબ્જો સંભાળી, મૃત્તદેહને હોસ્પિટલ ખસેડી પ્રાથમિક વિગતો મેળવી હતી.સામાન્ય બાબતે થયેલી બોલાચાલીનો બનાવ મારામારી પર ઉતરી આવતા અને હત્યામાં પરિણમતા પોલીસ દ્વારા સામેના પરિવારના સભ્યો સામે હત્યા સંબંધિત ફરિયાદ નોંધવાની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ પોલીસે જુદી જુદી ટીમો બનાવી નાસી ગયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...