દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા GVK EMRI દ્વારા ચાલતા ધન્વંતરી આરોગ્ય રથ 1 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરાઇ હતી.વર્ષ દરમિયાન આરોગ્ય રથ ટીમ દ્વારા જુદા જુદા 34,100 જેટલા લોકોને બાંધકામ સાઇટ પર સેવા અપાઇ હતી.ટીમે 1052 બાંધકામ સ્થળની મુલાકાત દરમિયાન જરૂરી હોય તેવા લેબ ટેસ્ટ પણ સ્થળ પર કર્યા હતા.
ધન્વન્તરી આરોગ્ય રથને જિલ્લામાં એક વર્ષ પુર્ણ થતા કેક કાપી ઉજવણી કરાઇ હતી.મુખ્ય મહેમાનપદે બાંધકામ બોર્ડ-ખંભાળિયાના ભાવેશભાઇ નકુમ, MHU ના પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર જયેંન્દ્ર સોલંકી તથા દેવભૂમિ દ્વારિકાના ધન્વંતરી આરોગ્ય રથના સ્ટાફે હાજરી આપી હતી.
દેવભૂમિ દ્વારિકા ધન્વન્તરીની ટીમમાં ડોક્ટર તરીકે નિશાબેન,લેબ ટેકનીશિયન દિશા ગોહેલ,ફાર્માસીસ્ટ સચીન કણઝારીયા, પેરામેડિકો લાલજીભાઈ ડાભી , પાઇલોટ ધર્મેન્દ્રસિંહ હાલ ફરજ બજાવે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન દેવભૂમિ ધન્વન્તરીની ટીમ દ્વારા 34,100 લોકોને બાંધકામ સાઇટ પર જ સઘન સારવાર આપી હતી અને જરૂર પડે દર્દીઓના સ્થળ પર જ જરૂરી લેબ ટેસ્ટ પણ કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.