ત્રાહિમામ:જામનગરમાં કોરોના સંક્રમણ છતાં ગુજરી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેંકડી અને પથારાવાળા માર્ગ રોકી લેતા વાહનચાલકો ત્રાહિમામ : મોટી સંખ્યામાં લોકો ઉમટતા ભીડ

જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. આમ છતાં રવિવારે ગુજરીબજારમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડતા ભારે ભીડ જોવા મળતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતાં. રેંકડી અને પથારાવાળાએ માર્ગ રોકી લેતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતાં.

જામનગરમાં કોરોનાનું સંક્રમણ છેલ્લાં થોડા દિવસોથી વધ્યું છે. જેના પગલે મનપાનું તંત્ર હરકતમાં આવ્યું છે. પરંતુ નકકર કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે. હજુ પણ ભીડ એકત્ર થતા સ્થળો પર દાખલારૂપ કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલાં સાધના કોલોની ગુજરીબજાર બંધ કરાવી હતી. પરંતુ રવિવારે સ્મશાન પાસે નદીના પટમાં ગુજરીબજાર ભરાઇ હતી.

જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડતા ભીડના કારણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતાં. આટલું જ નહીં પથારાવાળા અને રેંકડીધારકો માર્ગો પર બેસી જતાં માર્ગ રોકાઇ જતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...