દેવભૂમિ દ્વારકા નજીક આવેલા ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકી સુપ્રીસિદ્ધ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરમાં આજથી પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી સોમવારથી શિવભક્તો ધર્મપ્રેમીઓ દ્વારા શિવ-શક્તિનો આરંભ થયો છે.
જ્યારે વિશ્વ વિખ્યાત નાગેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારે 5 વાગ્યે મહાઆરતીનું ભાવિકોમાં વિશેષ મહત્વ હોય છે. જ્યારે શ્રાવણ મહિના દરમ્યાન ગુજરાતના વિસ્તારોમાંથી ધારેશ્વર મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી આવે છે.
શ્રાવણ માસમાં દેવભૂમિ દ્વારકાના દારૂકાવન ક્ષેત્રમાં આવે દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ સહિત તમામ શિવાલયોમાં શિવ ભકતો હર હર મહાદેવના નાદ સાથે ભોળાનાથને તન મન અને ધનથી સેવા કરી રીઝવવા ઉમટી પડે છે
તેમજ શ્રાવણ માસમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન અને ઘર બેઠા મળી રહે તે હેતુથી બ્રહ્મવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર તથા સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન ઇન્ડિયા ના સહયોગથી નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન આરતીનો ઓનલાઈન લાભ આપવા શુભ હેતુથી ભાગવતચાર્ય દાદા શરદભાઈ વ્યાસ હસ્તે સંતો મહંતોની ઉપસ્થિતિમાં youtube ચેનલ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.દરરોજ સાંજે 6:00 સંધ્યા આરતીનો લાભ ભાવિકોને ઓનલાઇન માથી મળી શકશે. એવું ટ્રસ્ટી તેમજ મંદિરના મહંત હરીશભારથી ગોસ્વામી જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.