સ્નાન:ભાઈબીજ નિમિત્તે પવિત્ર ગોમતીઘાટ પર સ્નાન કરવા ભક્તોની ભીડ જામી, દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા

જામનગરએક મહિનો પહેલા
  • ભાઈબીજનાં પવિત્ર દિવસે સ્નાન કરી હજારો શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી

આજે પવિત્ર ભાઈ બીજનો તહેવાર છે ત્યારે જગત મંદિર દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. પવિત્ર ગોમતીઘાટ પર ભાવિકો મોટી સંખ્યામાં સ્થાન કરવા ઉમટી પડ્યા હતા. ભાઈબીજનાં પવિત્ર દિવસે સ્નાન કરી હજારો શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.

આજના દિવસે બહેન ભાઈ માટે યમ-યાતનામાંથી ભાઈની મુક્તિ માટે સ્નાન કરે છે. ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધે છે.

માન્યતા મુજબ આજના દિવસે યમુનાજી ગોમતી ગંગામાં સ્થાન કરશે.

અન્ય સમાચારો પણ છે...