શ્રદ્ધાળુઓ ઉમટી પડ:જામનગર શહેરના પાતાળીયા હનુમાનજી મંદિરની રામકથામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરમાં બજરંગ વાડી, પાતાળીયા હનુમાન મંદિરની બાજુમાં ગોમતીપુર, સુભાષબ્રિજ પાસે શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન તા. 29 ઓકટોબર થી તા. 6 નવેમ્બર સુધી બપોરના 3 થી 7 દરમિયાન કરવામાં આવ્યું છે.

જેમાં શિવ પાર્વતી વિવાહ, રામ પ્રાગટય ઉત્સવ, સીતારામ વિવાહ, રામેશ્વર સ્થાપના સહિતના પ્રસંગો યોજાયા હતાં. કથાના વકતા પરમા માતાજી (મીઠાપુરવાળા) દ્વારા રસપાન કરાવવામાં આવ્યું હતું. આ કથાનો લાભ મોટી સંખ્યામાં ભકતોએ લીધો હતો. કથામાં મોચી જ્ઞાતિના પ્રમુખ મનોજભાઇ ચુડાસમા, અશોકભાઇ પંડયા સહિત હનુમાન ચાલીસા ગ્રુપ સહિતના જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...