• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Devotees Donate Gold And Silver At Dwarkadhish Jagatmandir On The Occasion Of Diwali, A Large Number Of Devotees Flocked To Dwarkadhish

દ્વારકાધીશ મંદિરમાં સુવર્ણ દાન:આજે ભક્તો દ્વારા સોના-ચાંદીના આભૂષણોનું દાન કરાયું, 450 ગ્રામના બે હીરા જડિત હાર અને 1200 ગ્રામ ચાંદીનો થાળ અર્પણ કરાયો

દ્વારકા24 દિવસ પહેલા
  • આજે જગતમંદિરમાં અન્નકૂટના દર્શન યોજવામાઆવ્યા
  • દ્વારકામાં દર વર્ષે દીપાવલી પર્વ પર જોવા મળે છે ભક્તોનો ઘસારો

દ્વારકાના પ્રખ્યાત જગતમંદિરમાં દેશ-વિદેશથી દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે

અને હાલ દીપાવલીનું શુભ પર્વ ચાલતું હોવાથી ભક્તો ભગવાનને સોના તથા ચાંદીની ભેટો અર્પણ કરવામાં આવી રહી છે. જેમાં દ્વારકાધીશના એક પરમ ભક્ત દ્વારા શ્રીજીને સોનાનો હીરા જડિત હાર જેનું વજન આશરે 300 ગ્રામ, બીજા એક ભક્ત દ્વારા સોનાનો હીરાજડિત 150 ગ્રામનો હાર અર્પણ કરાયો હતો અને ત્રીજા ભક્ત દ્વારા 1200 ગ્રામ ચાંદીનો થાળ તેમજ 10 ગ્રામ તિલક શ્રીજીને અર્પણ કરવામાં આવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે દ્વારકામાં દર વર્ષે દીપાવલી પર્વ પર ભક્તોનો ઘસારો જોવા મળે છે. આ વર્ષે પણ ભક્તો દ્વારા શ્રીજીને અર્પણ કરવામાં આવેલી સોના ચાંદીની ભેટોમાં વધારો થયો હતો. અહી જગતમંદિરમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા, શ્રીજીને ધન્યવાદની સાથે અવનવી ભેટ સોગાદો એમના ચરણોમાં ધરાવે છે.

આ સિવાય ભગવાન દ્વારકાધીશના અન્નકૂટના દર્શનનો લ્હાવો લેવા ભક્તો મોટી સંખ્યામાં જગતમંદિર ખાતે ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...