જુગારધામ:દેવભૂમી દ્વારકાના સલાયામાં ધમધમતા જુગારના પોલીસ ત્રાટકી, મુદ્દામાલ સાથે નવ શખ્સો ઝબ્બે

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડ સહિત કુલ 77 હજાર 500 નો મુદ્દામાલ કબ્જે કરાયો

રાજ્યભરમાં દારૂ અને જુગારનો વેપલો વધી રહ્યો છે. આરોપીઓને જાણે કે કાયદાનો ડર જ ના હોય તેમ બેખૌફ બનીને આવી ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી રહ્યાં છે. ત્યારે દેવભૂમી દ્વારકાના સલાયામાંથી ડ્રગ્સ બાદ રહેણાંક મકાનમાંથી લુડો ગેમ પર જુગાર રમતાં નવ શકુનિઓ રૂપિયા 77 હજાર 500ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે.

સલાયા ટાઉનમાં જકાતનાકા પાસે રહેતા ઝરીના નુરમામદ સંઘાર પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પૂરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમી રમાડે છે. તેવી ચોક્કસ બાતમીના આધારે સલાયા મરીન પી.આઈ અક્ષર પટેલ તથા સ્ટાફ દ્વારા આરોપીના રહેણાંક મકાને જુગાર અંગે રેડ કરી હતી. જેમાં 9 શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. જેમાં 9 શખ્સો માંથી અમુક શખ્સો વહાણવટી માછીમારી અને મજૂરી કામ કરતાં પણ શખ્સો જુગાર ધામમાંથી પકડાયા છે.

આ ઉપરાંત રહેણાંક મકાનમાં જુગારધામમાંથી રોકડ રૂપિયા 38 હજાર 200 હજાર, 8 નંગ મોબાઇલ કિં.રૂ.38 હજાર 500 તથા જુગારના સાધનો જેમાં પ્લાસ્ટિકના કેરમબોર્ડ નંગ 2 કિં રૂ.800 સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂ. 77 હજાર 500 સાથે પકડી પાડયા હતા. તેમજ તમામ ઇસમો વિરુદ્ધ જુગારધારા કલમ ચાર-પાંચ મુજબ સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...