બદલી:દેવભૂમિ દ્વારકા : 2 નાયબ પોલીસ અધિક્ષકની બદલી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર ગ્રામ્યના Dy.Spની પણ બદલી

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 76 જેટલા ડીવાયએસપી તથા સમકક્ષ દરજ્જાના અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ફરજ બજાવતા બંને ડીવાયએસપીને બદલવામાં આવ્યા છે.

દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશ મંદિર ઉપરાંત હેડ ક્વાર્ટર અને એસ.સી.એસ.ટી. સેલ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા સમીર શારડાની બદલી રાજકોટ ખાતે કરવામાં આવી છે.છેલ્લા આશરે બે વર્ષના ફરજકાળ દરમિયાન સમીર સારડા દ્વારા દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વ્યવસ્થા સાથે જુદા જુદા પર્વ ટાંકણે સરાહનીય કામગીરી કરી લોકચાહના મેળવી છે.

દ્વારકા જિલ્લામાં આશરે અઢી વર્ષથી ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા હિરેન્દ્ર ચૌધરી દ્વારા કોરોના કાળ સાથે ડ્રગ્સ, સહિતના વિવિધ પ્રકરણમાં મહત્વની કામગીરી કરવામાં આવી હતી.જેઓની અમદાવાદ બદલી કરાઇ છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીવાયએસપી તરીકે મહીસાગરથી હાર્દિક પ્રજાપતિ તથા ગીર સોમનાથથી એમ.એમ. પરમારને મૂકવામાં આવ્યા છે.

જામનગરમાં એસસી-એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક જે.એસ. ચાવડાને અમદાવાદ સ્થિત મધ્યસ્થ જેલમાં નાયબ અધિક્ષક તરીકે મૂકાયા છે. જ્યારે અમદાવાદની મધ્યસ્થ જેલના નાયબ અધિક્ષક વરૃણ વસાવા જામનગરમાં મૂકાયા છે. જામનગર ગ્રામ્યના ડીવાયએસપી તરીકે ડી.પી. વાઘેલાને મુકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...