દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પોલીસ કસ્ટડીમાં સગીરને માર મારવાના મામલે હવે ચારણ સમાજ એકઠો થયો છે. અંદાજિત 25 દિવસ પૂર્વે સગીર યુવકને કલ્યાણપુર પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેમાં સગીરનો મોટોભાઈ દારૂ પ્રકરણ ન મળતાં તેના નાનાભાઈને કસ્ટડીમાં પોલીસે લીધો હતો બાદમાં માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતાં. જે અંગે 25 દિવસ વિતવા છતાં ખંભાળીયા ખાતે ચારણ સમાજ દ્વારા જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર અપાયું છે.
કલ્યાણપુર તાલુકામાં પોલીસ કસ્ટડીમાં યુવકને માર માર્યા બાદ ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે બાબતે આજે 25 દિવસ થયા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવા આવી ન હોવાથી જિલ્લા કલેકટર કચેરી ખાતે ચારણ સમાજના અંદાજિત 200 જેટલા લોકો એકઠા થઇ અને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જિલ્લા પોલીસ વડા પાસે ચારણ સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે અને 8 દિવસની મુદત આપી છે. જેમાં જવાબદારો સામે પગલાં લેવામાં આવે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જો યોગ્ય માંગ નહિ સંતોષવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આગળ વધુ આંદોલન ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે.
મહત્વનું છે કે, બે દિવસ પૂર્વે સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ આ યુવાનની તરફેણમાં વીડિઓ વાયરલ કરી ટેકો આપ્યો હતો અને મામલાની ગંભીરતાને ધ્યાને લઇ રોષ પણ વ્યક્ત કર્યો હતોય. ત્યારે હવે ચારણ સમાજે એકઠા થઈ આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.