જાહેરનામું:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફોર વ્હીલ વાહન પર બ્લેક કે ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રતિબંધ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર જિલ્લામાં તા. 12 ફેબ્રુઆરી 2022 સુધી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું

દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાઠો ધરાવતો અતી સંવેદનશીલ જિલ્લો છે. હાલના પ્રવર્તમાન સંજોગો તથા ગુપ્તચર સંસ્થાઓના વખતો વખતના અહેવાલ અનુસાર દરિયાકાંઠા વિસ્તારમાં દાણચોરી તથા નારકોટીકસ ચીજ-વસ્તુઓની હેરાફેરી તથા ગંભીર પ્રકારના ગુન્હા જેવા કે અપહરણ, જાતિય સતામણી, હુમલો, ધાડ જેવા ગન્હાઓ આચરીને પોતાની ઓળખ છુપાવવા માટે ગુનેગારો ફોર વ્હીલ વાહનો કે જેના કાચ ઉપર ફિલ્મ કે પડદા લગાવેલા હોય તેમા બેસીને નાશી જતા હોય છે ત્યારે ટોલબુથ અને હોટલ ઉપર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં પણ દેખાતા નથી. જેથી ગુનેગારોને ઓળખવામાં અને પકડવામાં મુશ્કેલી થાય છે.

આમ ગુન્હાહિત પ્રવૃતિના કારણે નાગરિકોની જાનમાલની અને રાષ્ટ્રની સલામતી જોખમાય છે અને નાગરિકોમાં અસુરક્ષાની ભાવના ઉભી થાય છે. નામદાર સુપ્રિમ કોર્ટે વાહનોના કાચ ઉપર બ્લેક/ડાર્ક ફિલ્મ કે અન્ય મટીરીયલના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

જે તમામ પરિસ્થિને અનુલક્ષીને આવા ગુનેગારોની ભવિષ્યમાં તપાસમાં ભાળ મળે તેમજ તેમના નાપાક મનસુબામાં કામયાબ ન બને તે માટે દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એમ.જાનીએ જાહેરનામું પ્રસિધ્ધ કરી સમગ્ર દ્વારકા જિલ્લામાં તા. 12 ફેબ્રુઆરી 2022 સુધી ફોર વ્હીલ વાહનોમાં આગળના, પાછળના, અને સાઇડના ઓરીજીનલ વિન્ડ સ્ક્રીન ઉપર કોઇ પણ પ્રકારની ફીલ્મ કે બીજું કોઇપણ પ્રકારનું મટીરીયલ કે પડદા લગાવવા ઉપર તેમજ વાહન પર લગાવવાની આવી ફીલ્મના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતાની કલમ 188 મુજબ શીક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...