જાહેરનામું:દેવભૂમિ દ્વારકા જિલ્લાના હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા જાહેરનામું

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે પગલા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.19 ડિસેમ્બર, 2021ના યોજાનાર છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી સમગ્ર જિલ્લાના તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં દિવસ 7માં જમા કરાવી દેવા દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ. એ. પંડ્યાએ જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

જાહેરનામું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા તમામ મેજીસ્ટ્રેટઓ, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયાર (સરકારી કે અંગત)ધારણ કરવાની મંજૂરી આપેલ છે અથવા પરવાનો ધરાવે છે તેમને અથવા ચૂંટણીની ફરજ ઉપર હોય તેમને લાગુ પડેશે નહીં. બેંકના રક્ષણ માટે બેંકના મેનેજરના હોદ્દાની રૂએ પરવાનો મંજૂર કરાયેલ હોય તે પરવાના અન્વયેના હથિયારોને લાગુ પડશે નહીં.

માન્યતા ધરાવતા સિક્યુરીટી એજન્સીઓના ગનમેન, કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેંકો, એ.ટી.એમ, તથા કરન્સી ચેસ્ટ લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

આવા સિક્યુરીટી ગાર્ડએ તેઓ બેંકમાં ફરજ બજાવતા હોવાનું સંબંધિત બેંક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે. મોટા ઔદ્યૌગિક એકમો, જાહેર સાહસો, બોર્ડ-નિગમની સલામતી માટે જે તે એકમના સંચાલક – જવાબદાર અધિકારીના નામે મંજૂર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો, મોટા અને મહત્વના ધાર્મિક સ્થળોના સંચાલક, મંહત, પુજારીના નામે મંજૂર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો અને જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપેલ હોય તેઓને લાગુ પડશે નહીં.

નોંધનીય છે કે, ઉપરોક્ત તમામ હથિયારો ચૂંટણી પૂર્ણ થયા પછી દિવસ–7માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સબંધિત પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જીએ પૂર્ણ કરવાની રહેશે. આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સબંધિત પરવાનેદારની રહેશે. આ આદેશનું પાલન નહીં કરનાર આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...