નજીવી બાબતે હત્યા:દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના હર્ષદ બંદર ઉપર હોડી રાખવા બાબતે એક માછીમારે બીજા માછીમારની હત્યા કરી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડી અને ધોકા વડે માર માર્યો, માછીમારનું સારવાર દરમિયાન મોત
  • કલ્યાણપુર પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ બંદર ઉપર હોડી રાખવા બાબતે બોલાચાલી થતાં મારામારી થઈ હતી. આ મારામારીમાં માછીમાર ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. ત્યારબાદ તેમની હાલત ગંભીર હોવાથી તેમને જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે લવાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

ગઈકાલે બુધવારે સાંજે હર્ષદ બંદર ઉપર હોડી કાંઠે રાખવા બાબતે અન્ય માછીમાર અસગર જુશબ પટેલીયાએ અસગર અબ્બાસ પટેલીયાને માથામાં લાકડી અને ધોકાનો માર માર્યો હતો. જેમાં અસગર અબ્બાસ પટેલીયાને ગંભીર ઇજા થઇ હતી, જેમનું જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

અસગર અબ્બાસ પટેલીયાને પોરબંદર હોસ્પિટલમાં બાદ જામનગર લઈ જવાયા હતા. ત્યારે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેને પગલે કલ્યાણપુર પોલીસે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યા કરનારા આરોપીને પકડવા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...