તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર યથાવત:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડિસ્ચાર્જનો રેશિયો બમણો કોરોનાના નવા 66 કેસ, 122 દર્દી સ્વસ્થ થયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત 5 દિવસ સુધી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારા બાદ રાહતરૂપ બાબત

દ્વારકા જિલ્લામાં કોરોના દિન પ્રતિદિન વકરતા સતત પાંચ દિવસ સુધી પોઝિટીવ કેસોનો આંક અર્ધસદીને વટાવી ગયો હતો.જયારે ડીસ્ચાર્જનો આંક તદન સામાન્ય રહયો હતો. જોકે, ગુરૂવારે આ પરિસ્થિતિમાં આંશિક સુધારો થતા નવા 66 કેસોની સામે 122 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

દ્વારકા જિલ્લામાં સતત છ દિવસ સુધી કોરોનાના કેસો અવિરત વધી રહયા હતા જેમાં પોઝીટીવ કેસોનો આંક પોણી સદી પાર કરી ગયો હતો.જેમાં ગુરૂવારે પણ વધુ 66 પોઝીટીવ કેસ સામે આવ્યા હતા.જયારે કોવિડ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા આ દર્દીઓ પૈકી 122 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી હતી. લાંબા સમય બાદ બીજી લહેર દરમિયાન પ્રથમવાર પંથક ખાતે નવા કેસોની સરખામણીએ ડીસ્ચાર્જ રેશીયો બમણા જેટલો થયો હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે.

દ્વારકાના ગ્રામ્ય પંથકમાં કોરોના વકર્યો
દ્વારકા જિલ્લામાં શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં વધતો જતો કોરોનાનો પ્રસાર તંત્ર માટે પડકાર રૂપ બન્યો છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો ખૂબ જ ઉછાળો જોવા મળી રહ્યો છે.છેલ્લા ત્રણ દિવસમાં 250 કોરોના પોઝિટીવ કેસના આંકડા આરોગ્ય તંત્રને ચોપડે સામે આવ્યા હતા. જેમાં દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોવાણ, ભાળથર, લાંબા, દેવળીયા, ભોગાત, સહિતના ગામોમાં કોરોનાએ કહેર વર્તાવ્યા બાદ કલ્યાણપુર તાલુકામાં આવેલા વધુ બે ગામોમાં કોરોનાની ઝપટમાં અનેક લોકો આવી ગયા છે.

જોકે, હાલ અઠવાડિયાથી પરિ સ્થિતિમાં સુધારો છે.સ્વૈચ્છિક લોકડાઉનના કારણે છેલ્લા પાંચ સાત દિવસથી પરિસ્થિતિ સુધારા પર છે. આ વૈશ્વિક મહામારીને ધ્યાને રાખી તાવ, ઉધરસ, શરદી કે માથાના દુખાવાના લક્ષણો જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...