તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:જામનગર પંથકમાં મોટર વાહન ટેકસ ભર્યા વગરના 10 ભારે વાહન ડિટેઇન

જામનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિકકા, બેડેશ્વર સહિતના વિસ્તારોમાં આરટીઓનું આકસ્મિક ચેકીંગ

જામનગર પંથકમાં મોટર વાહન ટેકસ ભર્યા વગરના 10 ભારે વાહન આરટીઓએ ડીટેઇન કરતા વાહનચાલકો અને માલિકોમાં દોડધામ મચી ગઇ છે. સિકકા, બેડેશ્વર સહિતના વિસ્તારોમાં આરટીઓએ આકસ્મિક ચેકીંગ કરી ટેકસ ભર્યા વગર દોડતા 10 ભારે વાહનના માલિકો પાસેથી રૂ.2,79,572 દંડની વસૂલાત કરી હતી. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. જામનગરના આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા શુક્રવારે સિક્કા, બેડેશ્વર સહિતના વિસ્તારોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં મોટર વાહન ટેક્સ ભર્યાં વગર દોડતા 10 ભારે વાહનોને કુલ રૂ.2,79,572 દંડ ફટકારી મેમો આપી ડીટેઈન કર્યા હતાં. આ અંગ આરટીઓ જે.જે ચૌધરીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં મોટર વાહનોની કર ભર્યાં વગર ફરતા વાહનોનું કડક ચેકીંગ અવિરત રહેશે.જામનગર આરટીઓ કચેરી દ્વારા શુક્રવારે એકાએક સિકકા, બેડેશ્વર સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી મોટર વાહન ટેકસ ન ભરેલા 10 વાહનો ડીટેઇન કરી દંડની વસૂલાત કરવામાં આવી હતી. પરંતુ આરટીઓ કચેરી દ્વારા લાંબાં સમય બાદ એકાએક આ કામગીરી હાથ ધરવામાં આવતા વાહનચાલકો અને માલિકોમાં આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો