કાર્યવાહી:શહેરના પ્રસાદમ રેસ્ટોરન્ટમાંથી 2 કીલો અખાદ્ય પદાર્થનો નાશ

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 40 પેઢીને સફાઇ રાખવા અને પસ્તીનો ઉપયોગ ન કરવા તાકીદ

જામનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મનપાની ફુડ શાખાએ 40 પેઢીમાં ચેકીંગ કરી સફાઇ રાખવા, પસ્તીનો ઉપયોગ ન કરવા તાકીદ કરી છે. શહેરના પ્રસાદમ રેસ્ટોરન્ટમાંથી 2 કીલો અખાઘ પદાર્થનો નાશ કરાયો છે. જામનગરમાં નાગનાથ ગેઇટ, ગુલાબનગર, ખોડીયાર કોલોની, દિગ્જામ સર્કલ, રણજીતસાગર રોડ, સેટેલાઇટ, રેલ્વે સ્ટેશન, પી.એન.માર્ગ, અંબર સિનેમા પાસે, પટેલ કોલોની વિસ્તારમાં મનપાની ફુડ શાખાએ 40 પેઢીમાં ચેકીંગ કર્યું હતું.

જે અંતર્ગત સાફ સફાઇ રાખવા અને સ્વચ્છતા જાળવવા, હાઇજેનીક કન્ડીશન મેન્ટેઇન કરવા, ખાધ પદાર્થ ઢાંકીને રાખવા, પસ્તીનો ઉપયોગ ન કરવા તાકીદ કરવામાં આવી હતી. હાઇકોર્ટના આદેશ અન્વયે સ્લોટર હાઉસ અને ચીકના શોપની મુલાકાત લઇ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરના લીમડાલાઇન વિસ્તારમાં આવેલા પ્રસાદમ રેસ્ટોરન્ટમાંથી 200 ગ્રામ લોટ, 1.5 કિલો ઢોકળા, 500 ગ્રામ મન્ચુરિયના વાસી મળી આવતા સ્થળ પર નાશ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...