તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડા:જામનગરમાં 10 દુકાનમાંથી 16 કીલો ખરાબ તેલનો નાશ

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોકુલનગર, ઉધોગનગર, જનતા સોસાયટી, ઇન્દીરા માર્ગ પર કાર્યવાહી
 • મીઠાઇ-ફરસાણના નમૂના લેબમાં મોકલાયા

જામનગરમાં દિવાળીના તહેવારલક્ષી મનપાની ફુડશાખાનું ચેકીંગ યથાવત રહ્યું છે. શહેરના ગોકુલનગર, ઉધોગનગર, જનતા સોસાયટી, ઇન્દીરા માર્ગ વિસ્તારોમાં કાર્યવાહી કરી 10 દુકાનમાં તપાસ કરી 16 કીલો ખરાબ તેલનો નાશ કરાયો છે. જયારે ગાઠિયા, થાબડી, બરફીના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબમાં મોકલાયા છે.

જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપાલિકાની ફુડશાખાએ અન્ય તહેવારોની જેમ દિવાળીના પર્વ પર તહેવારલક્ષી ચેકીંગ શરૂ કરતા અનેક સવાલ અને શંકા ઉઠી છે. છેલ્લાં સપ્તાહથી ચાલુ થયેલો ચેકીંગનો સિલસિલો યથાવત રહ્યો છે.

અંતર્ગત મનપાની ફુડશાખાએ ગોકુલનગરમાં દેવરાજ નમકીનમાંથી તીખા ગાઠિયા, હરિઓમ નમકીન એન્ડ સ્વીટમાંથી મલાઇ કેક, ન્યુ ખોડીયાર ફરસાણમાંથી તીખા ગાઠિયા, ખતેશ્વર સ્વીટ એન્ડ ફરસાણમાંથી બુંદીના લાડુ, ઉધોગનગરમાંથી શકિત ગૃહ ઉધોગમાંથી કાજુ પિસ્તા રોલ, જનતા સોસાયટીમાંથી શ્રીજી ડેરી ફાર્મમાંથી થાબડી, હરિયા સ્કૂલ સામે અક્ષર સ્વીટ એન્ડ ફરસાણમાંથી મોહનથાળ, શિવાલય ડેરીમાંથી મેંગો બરફી, ઇન્દિરા માર્ગ પર ગોરસ ડેરી ફાર્મમાંથી ચોકલેટ બરફી, સત્યમ કોલોની મેઇન રોડ પર પટેલ સ્વીટ એન્ડ ફરસાણમાંથી ભાખરવડીના નમૂના લઇ વડોદરા લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો