તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિઝન ખુલી:હરાજી કરતા ટેકાના ભાવ વધુ છતાં જામનગર યાર્ડમાં એક દિવસમાં 17,796 મણ ચણાની આવક

જામનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાયડાની 6876, કપાસની 3504, અજમાની 3330, ઘાણા 9615 મણ આવ્યા

જામનગર જિલ્લામાં ચણાનું પુષ્કળ વાવેતર થયું હોય સરકારે ટેકાના ભાવ રૂ.1020 નકકી કર્યા હોવા છતાં હાપા માર્કેટ યાર્ડમાં સોમવારે હરાજીમાં 17796 મણ ચણાની આવક થઇ હતી. ખેડૂતોને હરાજીમાં 20 કીલો ચણાના ભાવ રૂ. રૂ.750 થી 891 ઉપજયા હતાં. રાયડાની 6876, કપાસની 3504, અજમાની 3330, ઘાણા 9615 મણની આવક થઇ હતી.આગામી 8 માર્ચથી ચણાની ટેકાના ભાવે ખરીદી થશે. ટેકાનો ભાવ રૂ.1020 સરકારે નિર્ધારિત કર્યો છે. ચાલુ વર્ષે જામગનર જિલ્લામાં ચણાનું વિપુલ વાવેતર થયું હોય સીઝન શરૂ થતાં ચણાની ધૂમ આવક શરૂ થઇ છે.

જામનગર માર્કેટ યાર્ડમાં સોમવારે 171 ખેડૂત ચણા વેચવા આવતા 17796 મણ આવક થઇ હતી. જયારે હરાજીમાં 20 કીલો તુવેરના રૂ.1115 થી 1215, ચોળીના રૂ.1000 થી 1320, મગફળીના રૂ.900 થી 1200, અરેંડાના રૂ. 785 થી 833, તલના રૂ.1590 થી 2050, રાયડાના રૂ.850 થી 995, લસણના રૂ.285 થી 845, કપાસના રૂ.1050 થી 1251, જીરૂના રૂ.2000 થી 2535 , અજમાના રૂ.2200 થી 5210, ધાણાના રૂ.850 થી 1950, સૂકા મરચાના રૂ.1300 થી 2935 બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો