સર્વે:જામનગરના 129 સેલરોમાં પાણી ભરાયા છતાં મનપાએ સૂચના આપી સંતોષ માન્યો

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવા-ઓઈલનો છંટકાવ, 4,396 ઘરમાંથી મચ્છરના પોરા મળ્યા
  • ​​​​​​​5 દિવસમાં 78,545 ઘરનાે સર્વે, 277 સામાન્ય તાવના કેસ મળ્યા

જામનગરમાં મહાનગરપાલિકાએ મચ્છરજન્ય રોગને નિયંત્રણમાં રાખવાની કામગીરી અંતર્ગત કરેલા સર્વેમાં શહેરમાં 129 સેલરોમાં પાણી ભરાતા મચ્છરના ઉત્પતિ કેન્દ્ર બન્યા હોવા છતાં પાણીના નિકાલ માટે લગત સૂચના આપી દવા પાંચ દિવસ ડોર ટુ ડોર કરેલા 78545 ઘરના સર્વેમાં 4396 ઘરમાંથી મચ્છરના પોરા મળ્યા હતા તો 277 સામાન્ય તાવના કેસ મળી આવ્યા હતાં.જામનગર મહાપાલિકા દ્વારા શહેરમાં મચ્છરોની ઉત્પતિ અને રોગને નિયંત્રણમાં રાખવા નિયમિત હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત 1 થી 5 ઓકટોબરના શહેરમાં કુલ 78545 ઘરના સર્વેમાં કુલ 3,16, 895 લોકોનો સર્વે અને 4,38,811 પાત્રની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 277 સામાન્ય તાવના કેસ મળી આવ્યા હતાં. જયારે 4042 ઘરના 4396 પાત્રમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતાં. આથી 2967 પાત્રને સ્થળ પર ખાલી કરાવી પોરાનો નાશ કરાયો હતો. અન્ય પાત્રમાં પોરાનાશક દવાનો છંટકાવ કરાયો હતો. ખાસ કરીને સર્વેમાં શહેરના 129 સેલરમાં પાણી ભરાયેલું મળી આવ્યું હતું. છતાં મહાનગરપાલિકાએ ફકત પાણીના નિકાલની ફકત સૂચના આપી દવા અને બળેલા ઓઇલનો છંટકાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...