પરીક્ષા:આજે નાયબ સેક્શન અધિકારીની પરીક્ષા, શહેરમાં 5096 ઉમેદવાર

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા લેવામાં આવશે
  • 22 શાળામાં 213 વર્ગ ખંડમાં પરીક્ષાની વ્યવસ્થા કરાઇ

જામનગરમાં રવિવારે નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં આ માટે 5096 પરીક્ષાર્થી નોંધાયા છે. 22 શાળામાં 213 વર્ગ ખંડમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા.16 ઓક્ટોબરના નાયબ સેક્શન અધિકારી વર્ગ-3 (નાયબ મામલતદાર)ની ભરતી અન્વયે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં પરીક્ષા માટે 5096 ઉમેદવાર નોંધાયા છે. જેમના માટે અલગ-અલગ 22 શાળામાં 216 વર્ગ ખંડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષાનો સમય સવારે 11 થી 1 નો રહેશે અને ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ પરીક્ષા લેવામાં આવનાર છે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

જામનગરની જેકુરબેન સોની કન્યા વિદ્યાલય, પ્રણામી હાઈસ્કૂલ, એલ.જી. હરિયા યુનિટ-એક અને બે, એ.બી. વિરાણી, નેશનલ હાઈસ્કૂલ, નંદન માધ્યમિક શાળા, કાલીન્દી સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિદ્યાલય, જ્ઞાનગંગા સ્કૂલ, આર.આર. શાહ હાઈસ્કૂલ, સોઢા ઉમેદસિંહ હાઈસ્કૂલ, ક્રિષ્ના સાયન્સ સ્કૂલ, પી.વી. મોદી સ્કૂલ, પ્રાઈમ હાયર સેકન્ડરી સ્કૂલ, સેન્ટઝેવિયર્સ, સેન્ટ ફ્રાન્સીસ, સેન્ટ આન્સ, શ્રીમતી જી.એસ. મહેતા કન્યા વિદ્યાલય, ભવન્સ એ.કે. દોશી, સોઢા રસીલાબા કન્યા વિદ્યાલયમાં આ પરીક્ષા લેવાશે. દરેક શાળામાં 10 રૂમ અને 240 પરીક્ષાર્થી અને માત્ર એક જ શાળા સોઢા રસીલાબા કન્યા વિદ્યાલયમાં 3 રૂમમાં 56 પરીક્ષાર્થી માટે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...