ગટરની સમસ્યા અંગે રજૂઆત:જામનગરમાં ભૂગર્ભ ગટરના નબળી ગુણવત્તાવાળા કામ અંગે ડેપ્યુટી મેયરે પત્ર લખી તપાસની માગ કરી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગુલાબનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિરાક૨ણ લાવવામાં આવ્યું નથી. જેથી ખુદ ભાજપના જ કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર દ્વારા કમિશ્નરને પત્ર લખી યોગ્ય પગલાં ભરવાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે.
અનેક વખત રજૂઆત છતાં કાર્યવાહી કરાઈ નથી
જામનગરના ડેપ્યુટી મેયર તપન પરમારે મનપા કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, શહેરના વોર્ડ નંબર 11માં ડી.આર અગ્રવાલ કંપની દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ ભૂગર્ભ ગટરની સાફ સફાઈ માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર જરાજ પરમાર દ્વારા પણ જે તે સમયે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી અને જે તે સમયના મેયર અને વિપક્ષના નેતા સહિતનાઓ દ્વારા આ કામ નબળી ગુણવતાનું થયું છે તે અંગેનું રોજકામ પણ કરાવવામાં આવ્યું હતું. આમ છતાં પણ આજ દિવસ સુધી કોઈ પગલાં ભરાયા નથી.
​​​​​​​જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માગ
વર્ષ 2005થી 2021 સુધીમાં લાઈન લેવલ પણ ચેક કરવામાં આવ્યું નથી. તેમજ ગેપ પીસ પણ મુકવામાં આવ્યાં નથી. પરિણામે આજે પણ ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર ઉભરાય છે. જેના લીધે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. આથી આગામી 10 દિવસમાં આ પ્રશ્નની યોગ્ય નિકાલ કરવામાં આવે અને જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...