દુર્ઘટના:ડેપ્યુટી ડીડીઓ અને નાયબ ચીટનીશની કારને અકસ્માત, સદભાગ્યે બંને અધિકારીનો બચાવ થયો

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારી જીપને 12 વ્હીલવાળો ટ્રક અથડાયો

જામનગરની જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓની કારને અકસ્માત નડ્યો હતો. 12 વ્હીલ વાળો એક ટ્રક સરકારી વાહન સાથે અથડાઇ જતાં અકસ્માત સર્જાયો હતો અને સરકારી વાહનને ભારે નુકસાન થયું છે. સદભાગ્યે ડેપ્યુટી ડીડીઓ તેમજ નાયબ ચીટનીશનો બચાવ થયો છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી અટકાયત કરી લીધી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જામનગર જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ પાર્થ કોટડીયા તેમજ નાયબ ચીટનીસ આર.બી. દેવળિયા કે જેઓ પોતાના સરકારી વાહન જીજે-10-જીએ-0343માં બેસીને જાંબુડાથી જામનગર તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન ગુરૂવારે બપોરે એકાદ વાગ્યાના અરસામાં સામેથી પૂરપાટ વેગે આવી રહેલા એચઆર-64-5215 નંબર 12 વ્હીલવાળા ટ્રકચાલકે સરકારી વાહન ને હડફેટમાં લેતાં અકસ્માત સર્જાયો હતો અને સરકારી ટાટા સુમોમાં ભારે નુકસાન થયું હતું.

આ અકસ્માતમાં સરકારી વાહનની અંદર બેઠેલા બન્ને અધિકારીઓ તથા ડ્રાઈવરને કોઈ ઈજા થઇ ન હતી અને તેઓનો બચાવ થયો હતો. આ અકસ્માતના બનાવ અંગે સરકારી વાહનના ચાલક ધર્મેન્દ્રગીરી મનસુખગીરી ગોસ્વામી એ ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પંચકોશી એ ડિવિઝન પોલીસે ટ્રક કબજે કરી લઈ તેના ચાલક સુરેશકુમાર કુરૈયાની અટકાયત કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...