જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ:રાજ્યભરમાં સરકારી કર્મીઓ દ્વારા બંધારણ અધિકાર દિવસે દેખાવો કર્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની માગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું

જામનગર સહિત રાજ્યભરમાં આજે બંધારણ દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની માંગણીઓ સાથે સરકારની હાલની રીતે નીતિ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જામનગરના લાલ બંગલા માટે સર્કિટ હાઉસ પાસે જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આદેશ અનુસાર 14 એપ્રિલ ના બંધારણ અધિકાર દિવસે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે રાજ્યના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની આગેવાની અને કર્મચારીઓએ પ્લેકાર્ડ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતા. જેમાં રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા સહિત કર્મચારીઓ જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પ્લેકાર્ડ સહિત વિરોધ પ્રદર્શન અને દેખાવો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...