પોષણ માસની​​​​​​​ ઉજવણી:સરગવાના પાનના થેપલા, બીટ રાયતું, ફ્રૂટ ડિશ, મેથી ચણાનું શાક સહિતની વાનગીઓનું પ્રદર્શન

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરની જીજી હોસ્પિટલનાં એનઆરસી વિભાગ દ્વારા આયોજન

રાજ્યમાં પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસની પોષણ માહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગરની ગુરૂ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલના અેનઆરસી વિભાગ દ્રારા જીલ્લા પંચાયત જામનગરના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં પોષણ માહની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત એનઆરસીના સ્ટાફ દ્વારા વિવિધ પોષણયુક્ત અલગ અલગ વાનગીઓ બનાવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જેમાં સરગવાના પાનના થેપલા, ઓટ્સ કેળાનો શીરો, વેજીટેબલ સૂપ, બીટ રાયતું, ખજૂર સાબુદાણા ખીર, મિક્ષ દાળની દલિયા ખીચડી, મગદાળ પાલક ઈડલી, વેજીટેબલ સલાડ, ફ્રૂટ ડીશ, મેથી ચણાનું શાક, વગેરે વાનગી ઓ બનાવવામાં આવી હતી, આ વાનગીઓ પોષણ, પ્રોટીન, ફાઈબર, મલ્ટી વિટામિનથી ભરપુર હતી જે કુપોષિત બાળકો માટે લાભદાયક હોય છે. આ રીતે કુપોષિત બાળકો સાથે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ ગુરૂ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ જામનગરના એનઆરસી ટીમ અને પીડીયાટ્રીક વિભાગ તબીબીનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...