તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:દિલ્હી અને કચ્છમાં હિન્દુ યુવાનોની હત્યા સામે જામનગરમાં દેખાવ : ન્યાય આપવાની માંગણી

જામનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સરકારી નોકરી આપવાની માંગ પણ કરી

દિલ્હી અને કચ્છમાં હિન્દુ યુવાનોની હત્યાના વિરોધમાં જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે દેખાવ કરી આરોપીને કડક સજા કરી મૃતકના પરિવારોને ન્યાર આપવા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.આવેદનમાં બંને સંસ્થાઓએ જણાવ્યું છે કે, દિલ્હીમાં વિધર્મીઓ દ્વારા બજરંગ દળના કાર્યકર્તા રીન્કુ શર્મા ની સરાજાહેર નિર્મમ હત્યા કરવામાં આવી છે. તદઉપરાંત કચ્છના કીડાણામાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે નિધિ એકત્રીકરણ કરી રહેલા હિન્દુ યુવાનની વિધર્મીઓ દ્વારા ષડયંત્ર કરી નિર્મમ હત્યા કરાઈ છે.

આ બંને ઘટનાના વિરોધમાં રવિવારે જામનગરની જિલ્લા કલેક્ટર કચેરીએ બજરંગ દળના પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી વિશાલભાઈ ખખ્ખર, જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, કોષાધ્યક્ષ સુબ્રમણ્યમ પિલ્લે સહિતના દેખાવ કરી આવેદનપત્ર પાઠવી બંને મૃતકના પરિવારજનોને ન્યાય આપવા માંગણી કરી છે. તદઉપરાંત બંને ઘટનાના આરોપીઓને તાત્કાલિક પકડી પાડી મૃત્યુ પામેલા બંને યુવાનોના પરિવારજનોને સરકારી નોકરી આપવા પણ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો